<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ઓએમજી.....રફાહ પરના ઇઝરાયલી હુમલામાં પેલેસ્ટાઇનીઓના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: સિવિલિયન ઇવેકયુએશન ઝોન તરીકે નિશ્ચિત કરાયેલા વિસ્તાર ઉપર પોતે હુમલો કર્યો હોવાનો સ્પષ્ટ ઇન્કાર ઇઝરાયલે કર્યો છે. તો બીજી તરફ ગાઝા સ્થિત પેલેસ્ટાઇની તબીબો જણાવે છે કે તે હુમલામાં ઓછામાં ઓછા ૨૧ પેલેસ્ટાઇનીઓના મૃત્યુ થયા છે. આ પૂર્વે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ઇઝરાયલને આક્રમણ નહીં કરવા અપીલ કરી હોવા છતાં ઇઝરાયલ ટેન્કોએ કરેલા તોપમારામાં ૨૧ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા હતા. આ પૂર્વે સ્પેન, આયર્લેન્ડ અને નોર્વેએ સત્તાવાર રીતે પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્વીકૃત આપી દીધી છે. છતાં ઇઝરાયલે તે બંનેને નહીં ગણકારતાં રાત્રે ભારે બોંબાર્ડમેન્ટ કર્યું હતું અને સવારે રફાહના હાર્દ સમા વિસ્તારમાં ટેન્કો દ્વારા તોપમારો ચાલુ રાખ્યો હતો. જો કે ઉક્ત ત્રણ રાષ્ટ્રોએ પેલેસ્ટાઇનને સ્વીકૃતી આપ્યા પછી ઇઝરાયલ વધુ અલગ પડી રહ્યું છે. વિશ્વ સમાજથી તે વધુ અળગું થઇ રહ્યું છે. વિશ્લેષકોના આ વિધાનોને જાણે કે સત્ય ઠરાવતા હોય તેમ વ્હાઈટ હાઉસના પ્રવકતા જહોન કીર્વીને પત્રકારોને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, રવિવારે કે મંગળવારે તેવી કોઈ ઘટના બની જ નથી કે જેથી અમારે ઇઝરાયલને લશ્કરી સહાય કરવાનું બંધ કરવું પડે. આટલી ગંભીર પરિસ્થિતિ છતાં કતાર અને યુ.એસ. સાથે મળીને ઇજીપ્ત ફરી એક વખત યુદ્ધ-વિરામ માટે અને હમાસે બંધક રાખેલા બંદીવાનોને મુક્ત કરવા માટે મંત્રણા શરૂ કરવા પ્રયાસ કરી રહ્યું છે, તેમ ઇજીપ્તની સમાચાર ચેનલ અલ-કારીરા જણાવે છે.

 

(7:08 PM IST)