<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

એક સ્‍કૂટર પર કબાટ ટ્રાન્‍સપોર્ટ થાય?

લંડન,તા. ૩: અમેરિકન એક્‍ટર વિલ સ્‍મિથે સોશ્‍યલ મીડિયામાં એક વિડિયો શેર કર્યો છે, જેમાં એક માણસ સ્‍કૂટર પર આખી અલમારી બાંધીને જઈ રહ્યો છે. સ્‍કૂટર પર ત્રણ દરવાજાવાળું આખું કબાટ બાંધવા માટે પહેલાં તો તેને બીજા બે માણસો મદદ પણ કરી રહ્યા છે. જોકે બંધાઈ ગયા પછી ભાઈસાહેબ આરામથી સ્‍કૂટર પર કબાટ લઈને નીકળી જાય છે. આ જોઈને પહેલી નજરે તો લાગે કે આવો જુગાડ કોઈ ભારતીયે જ કર્યો હશે, પણ ના. ફોર અ ચેન્‍જ, આ વિડિયો બ્રાઝિલનો છે.

(8:41 PM IST)