News of Monday, 3rd June 2024
સાઉથ કોરિયન અબજોપતિ છૂટાછેડા માટે પત્નીને ૮૩૩૩ કરોડ ચૂકવશે

સીઉલ,તા. ૩: મેમરી ચિપ બનાવતી દુનિયાની બીજી સૌથી મોટી કંપની લ્ધ્ હિનિક્સનો માલિક પત્ની સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યો છે. લ્ધ્ ગ્રુપના ચેરમેન ચે-તાઇ વોનના લગ્નેતર સંબંધને કારણે તેની પત્ની રોહ-સો યંગે ડિવોર્સ માગ્યા હતા. હવે સાઉથ કોરિયાની કોર્ટે ડિવોર્સને મંજૂરી તો આપી છે પણ સાથે ચે-તાઇ વોનને અધધધ ૧ અબજ ડોલર (આશરે ૮૩૩૩ કરોડ રૂપિયા), એ પણ કેશમાં પત્નીને ચૂકવવાનો આદેશ આપ્યો છે. સાઉથ કોરિયામાં અત્યાર સુધીનું આ સૌથી મોટું ડિવોર્સ સેટલમેન્ટ માનવામાં આવે છે. છૂટાછેડા લઈ રહેલાં પતિ-પત્નીને ત્રણ સંતાનો છે. કોર્ટે લ્ધ્ ગ્રુપના ચેરમેનની તમામ સંપત્તિ-મિલકતોની વિગતો મેળવ્યા બાદ ડિવોર્સ સેટલમેન્ટની રકમ નક્કી કરી હતી.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
