<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

પોર્ટુગલમાં એક એર-શો દરમ્યાન બે વીમાન સામસામે અથડાતા એક પાયલોટનું મૃત્યુ

નવી દિલ્હી: પોર્ટુગલમાં રવિવારે સાંજે એર-શો દરમિયાન વાયુસેનાના બે નાના વિમાનો હવામાં અથડાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી. આમાં વિમાન જમીન પર આવીને તૂટી પડયું હતું. જેથી એક પાયલોટનું મોત થયું હતું જ્યારે બીજો પાયલોટ ઈજાગ્રસ્ત છે. ઘાયલ પાયલોટની સારવાર ચાલી રહી છે. એર-શો દરમિયાન વિમાન દુર્ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયુસેનાએ આ દુર્ઘટના અંગે એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે જણાવ્યું હતું કે એરફોર્સ એ જાહેરાત કરતાં ખેદ વ્યક્ત કરે છે કે રવિવાર, 2 જૂને સાંજે 4:05 વાગ્યે બેજા એર શોમાં એર ડિસ્પ્લે દરમિયાન બે એરક્રાફ્ટ વચ્ચે અકસ્માત થયો હતો. એક સ્પેનિશ નાગરિકનું મૃત્યુ થયું. પોર્ટુગલના અન્ય પાયલોટને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બેજા હોસ્પિટલમાં લઈ જવામાં આવતા પહેલા તેને ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી.

પોર્ટુગીઝના સંરક્ષણ પ્રધાન નુનો મેલોએ આને દુ:ખદ અકસ્માત ગણાવ્યો હતો અને પત્રકારોને જણાવ્યું હતું કે અથડામણનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસાએ કહ્યું કે આકાશમાં એરફોર્સનો એર શો એક રોમાંચક અને સુખદ ક્ષણ હતી. પરંતુ અકસ્માતને કારણે તે ક્ષણિક દર્દમાં ફેરવાઈ ગઈ હતી.

(7:25 PM IST)