<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

હજારો વર્ષો પહેલા બનેલ ઘટના ફરીથી બનવાની વાતને લઈને નાસાએ આપી ચેતવણી

નવી દિલ્હી: એક વિશાળ કદનો લઘુગ્રહ પૃથ્વી તરફ આવી રહ્યો છે જે આજે પૃથ્વી સાથે અથડાય શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ આ બાબતે એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે 11 જૂને સાંજે 4:30 વાગ્યે આ લગભગ 99 ફૂટ જેટલું કદ ધરાવતો લઘુગ્રહ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે. આ લઘુગ્રહ 30 હજાર કિલોમીટરની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. નાસા દ્વારા આ લઘુગ્રહને 2024 CR9 નામ આપવામાં આવ્યું છે. નાસાનું કહેવું છે કે આવી જ ઘટના 52 હજાર વર્ષ પહેલા પણ બની હતી. એક સમાન કદનો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાયો હતો. જો આ જ ઘટના ફરી બનશે તો પૃથ્વીમાં 2.2 કિલોમીટર લાંબો અને 467 મીટર ઊંડો ખાડો પડી જશે. જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ લઘુગ્રહની પૃથ્વી સાથે અથડાવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. પરંતુ આ લઘુગ્રહ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થાવી સંભાવના છે. નાસાએ કહ્યું હતું કે 7.4 મિલિયન કિમી દૂરથી પૃથ્વી તરફ આગળ વધી રહેલા આ લઘુગ્રહનું કદ 330 મીટર પહોળું અને 750 મીટર લાંબું છે. જો આ લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાશે તો તે પૃથ્વી પર 424 મેગાટન જેટલી ઉર્જા છોડશે. જેનાથી વિનાશ સર્જાશે અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે નાશ પામી શકે છે.

 

(6:12 PM IST)