<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ગોલ્‍ડન બ્‍લડઃ વિશ્વમાં માત્ર ૪૩ લોકોનું જ છે

કુઆલાલમ્‍પુર,તા. ૧૭: મુંબઈમાં લગભગ ૪૦૦થી ૫૦૦ લોકોનું ખાસ ઘટકો ધરાવતું બ્‍લડ બોમ્‍બે બ્‍લડ ગ્રુપ તરીકે જાણીતું છે. જોકે મલેશિયાના ચાઇનીઝ-મલેશિયન હેરિટેજ માટે જાણીતા ત્રેન્‍ગાનુ રાજયમાં એક મહિલા છે જેનું બ્‍લડ-ગ્રુપ એનાથીયે રેર છે. વિશ્વમાં આ પ્રકારનું લોહી ધરાવતા હજી માત્ર ૪૩ લોકો જ મળ્‍યા છે. એને ગોલ્‍ડન બ્‍લડ કહેવાય છે, કેમ કે એ રેર હોવાથી કીમતી છે. માણસના લોહીમાં A, B, O કે AB Rh એન્‍ટિજન ફેક્‍ટર કહેવાય છે. અન્‍ય અત્‍યંત રેર Rh D, C, c, E કે એન્‍ટિજન પણ હોય છે. જોકે જે લોહીમાં આ તમામમાંથી કોઈ જ Rh એન્‍જિટન નથી હોતું એને કારણે એને Rh null નામે ઓળખવામાં આવે છે. તાજેતરમાં વિશ્વ રક્‍તદાન દિવસે મલેશિયાની એક મહિલાએ પોતાનો ફોટો શેર કર્યો હતો. આ મહિલા ગોલ્‍ડન બ્‍લડ ગ્રુપ ધરાવે છે. તેણે થોડા સમય પહેલાં બ્‍લડ ડોનેટ કર્યું હતું. આ લોહીને ક્‍વાલા લમ્‍પુરની નેશનલ બ્‍લડ બેન્‍કમાં નાઇટ્રોજન ભરેલા કન્‍ટેનરમાં માઇનસ ૮૦ ડિગ્રીએ જાળવવામાં આવશે. ૧૦ વર્ષ સુધી આ લોહી એમ જ રહેશે અને જો આ ગ્રુપની જરૂરિયાત ઊભી થઈ તો એને નોર્મલ ટેમ્‍પરેચર પર લાવીને ગોલ્‍ડન બ્‍લડ ગ્રુપ ધરાવતા દરદીને આપી શકાશે.

(10:07 AM IST)