<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 "શોલે"ના જય-વીરુને ભૂલાવે તેવી હતી આ સિંહની જોડી : માલણકાથી લિમદ્રા સુધી કર્યું હતું શાસન : જય-વીરુનો અમર વારસો : તે ગીરનું સાચું ગૌરવ હતા, અમે તેમને અમર બનાવવા માંગીએ છીએ": સાંસદ પરિમલભાઈ નથવાણી : ગીરના ગૌરવને અમર શ્રદ્ધાંજલિ: સાંસદના હસ્તે સાસણ ગીરમાં આઇકોનિક સિંહ બેલડી 'જય-વીરુ'ના સન્માનમાં ભવ્ય બેકલાઇટ બોર્ડનું અનાવરણ : જુઓ વિડીયો : સાસણ ગીરના સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે યોજાયો ભાવનાત્મક સમારોહ : વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ સર્કલ, જૂનાગઢ) રામ રતન નાલા સહિત વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત : "જય-વીરુની અમર ગાથા" નામની સંવેદનાત્મક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી1:20 PM IST

 શાપર-વેરાવળની અઢી કરોડની લુંટમાં ટીપ આપનાર ૩ સહિત ૪ આરોપીઓને રૂરલ એલસીબીએ ઝડપી લીધા : જુઓ વિડીયો : લુંટમાં સામેલ વિઝન માવી ટીપ આપનાર ૩ આરોપીઓને ધાડમાં મળેલ રોકડ રકમની ભાગ બટાઇ કરવા કોલીથડ પાસે આવતા જ પોલીસે દબોચી લીધા : ૧ર.પ૦ લાખની રોકડ અને કાર સહિત ૧૭.૦ર લાખનો મુદામાલ કબ્‍જે : ફરીયાદી જીતેન્‍દ્રસિંહ જાડેજાની વાડીમાં ભાગીયુ રાખતા પ્રવિણભાઇ પટેલને ત્‍યાં કામ કરતા બહાદુર બબેરીયાએ ટીપ આપી લુંટનું કાવત્રુ રચ્‍યુ'તું: તા.૮ જુનથી તા.૧૮ જુન સુધીમાં ૩ વખત રેકી કરાઇ'તી : ૧૭ તારીખે લુંટારૂ ટોળકી જાંબુવાથી નિકળી ત્‍યારે ‘કાળી ચકલી' રસ્‍તામાં દેખાતા અપશુકન માની પરત ફરી ગયા'તા અને ૧૮ મીએ નિકળી લુંટ કરી : અન્‍ય ૬ આરોપીઓની શોધખોળ3:30 PM IST

રેલ્‍વે અને પોસ્‍ટ વિભાગના ૪ મનસ્‍વી નિર્ણયો હાઇકોર્ટ અને CAT માં રદ : કાનૂની લડતની ઐતિહાસિક જીત : એડવોકેટ કાજલ કલવાણી/ગોગિયા અને આનંદ ગોગીયાની ધારદાર દલીલો દ્વારા : છુટાછેડા મળેલ દીકરીને રેલ્‍વેમાં નોકરી કરતા કર્મચારી તથા તેમના પત્‍નીના ગુજરી ગયા બાદ ફેમીલી પેન્‍શન મળવાપાત્ર બને છે તેમ ઠરાવતી સેન્‍ટ્રલ એડમીનીસ્‍ટ્રેટીવ ટ્રીબ્‍યુનલ : નિવૃત થયેલ રેલ્‍વે કર્મચારીનું પેન્‍શન ઘટાડવાનો હુકમ રદ કરતી સેન્‍ટ્રલ એડમીનીસ્‍ટ્રેટીવ ટ્રીબ્‍યુનલ : સેન્‍ટ્રલ એડમિનિસ્‍ટ્રેટિવ ટ્રિબ્‍યુનલ અને ગુજરાત હાઇકોર્ટના સીમાચિન્‍હરૂપ ચુકાદાઓ : સરકારી તંત્રના ગેરકાયદેસર વહીવટી હુકમો રદ : પોસ્‍ટલ સોર્ટીંગ આસીસ્‍ટન્‍ટ તરીકે પસંદ પામેલ ઉમેદવારનું નામ, તેને હાયર સેકન્‍ડરી પરીક્ષામાં કમ્‍પલસરી અંગ્રેજી વિષય રાખેલ ન હોય, તેમનું નામ સિલેકટ લીસ્‍ટમાંથી કાઢી નાખી તેમને નિમણૂંક ન આપવાનો નિર્ણય રદ કરતી સેન્‍ટ્રલ એડમીનીસ્‍ટ્રેટીવ ટ્રીબ્‍યુનલ : વેસ્‍ટર્ન રેલ્‍વેના રાજકોટ ડિવીઝને જુનીયર એન્‍જીનીયર (મિકેનીકલ સી એન્‍ડ ડબલ્‍યુ)ની પોસ્‍ટનું સિલેકશન રદ કરતો રેલ્‍વેનો નિર્ણય ગેરકાયદેસર ઠરાવતી સેન્‍ટ્રલ એડમીનીટ્રેટીવ ટ્રીબ્‍યુનલ11:27 AM IST