<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

કેલિફોર્નિયાના રણમાં ગૂમ થઇ રહ્યું આ કપલ:આ રીતે બચાવ્યો પોતાનો જીવ

નવી દિલ્હી: કેલિફોર્નિયાના રણમાં તરસના કારણે બેભાન પડેલા દંપતીને પોલીસે રેસ્ક્યુ કરીને બચાવી લીધું છે. દક્ષિણી કેલિફોર્નિયાના જોશુઆ ટ્રી નેશનલ પાર્કના રણમાં ટ્રેકિંગ માટે ગયેલા એક કપલની આવી જ કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને તડકાથી બચાવવાના પ્રયાસમાં તેની ગર્લફ્રેન્ડ પર પડછાયા તરીકે સૂતો જોવા મળ્યો હતો. અમેરિકન ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, સખત તરસના કારણે બેભાન થયેલા આ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બંને જેટલું પાણી લઈને ગયા હતા, તે તો અધવચ્ચે રસ્તામાં જ પૂરુ થઈ ગયુ હતું. અને પછી રણમાં પાણી ન મળવાથી યુવતી બેભાન થઈ ગઈ હતી.કપલને રેસ્ક્યુ કરનારા Riverside કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું કે આ વ્યક્તિએ 911 પર ફોન કર્યો અને પોલીસને જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ ખૂબ જ કમજોર થઈ ગઈ છે અને ડિહાઇડ્રેશનથી પીડાઈ રહી છે. ત્યાર બાદ તાત્કાલિક અધિકારીઓએ હેલિકોપ્ટર મોકલીને રણમાંથી કપલને પરત લાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે બચાવકર્મીઓ દંપતી પાસે પહોંચ્યા ત્યારે બંને સૂકી જગ્યાએ પડ્યા હતા. Riverside કાઉન્ટી શેરિફ ઓફિસના એવિએશન યુનિટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, જમીન પર પડેલા કપલ તરફ હેલિકોપ્ટર આગળ વધી રહ્યું છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, તે વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને તડકાથી બચાવવા માટે તેની પાસે સૂઈ રહ્યો છે. આ રેસ્ક્યુ ગત તા. 9 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. 

(5:55 PM IST)