<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

દક્ષિણ રશિયાના દાગેતાનમાં આતંકી હુમલામાં 15 પોલીસ સહીત અનેક નાગરિકોની હત્યાના સમાચાર

નવી દિલ્હી: આતંકવાદ હવે દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. લેટિન અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ સુધી પણ તે ક્યારે પહોંચશે તે કહેવાય તેમ નથી. તે ભારત અને પશ્ચિમ યુરોપ તથા આફ્રિકાને ધમરોળી રહ્યા છે. હજી સુધી પૂર્વ યુરોપ અને રશિયા તેમાથી બાકાત હતું પરંતુ હવે તો તેણે રશિયાને પણ ધમરોળવું શરૂ કર્યું છે. દક્ષિણ-રશિયાના કોરિઅન સમુદ્રને કાંઠે આવેલા દાગેસ્તાન પ્રદેશમાં રવિવારે આતંકીઓના એક જૂથે અંધાધૂંધ ગોળીબાર કરી ૧૫ પોલીસ અધિકારીઓ અને અનેક નાગરિકોની હત્યા કરી હતી. એક ઓર્થોડોક્સ-પ્રીસ્ટ પણ માર્યો ગયો હતો. દાગેસ્તાનના ગવર્નર સર્જી મેલિકોવે સોમવારે જણાવ્યું હતું કે, એ બંદૂકધારી આતંકીઓએ દાગેસ્તાનના કોસ્પીયન સમુદ્ર પાસેના મુખ્ય શહેર મખાચકલા અને તેની પાસેના જ અન્ય શહેર ડેરબન્ટ તેમાં બંનેમાં આર્થોડોક્સ પંથના ચર્ચો અને યહૂદીઓના મંદિર સાયના ગોગમાં અંધાધૂંધ ગોળીબારો કર્યા હતા. જેમાં ૧૫ પોલિસ અધિકારીઓ અને અનેક નાગરિકોના મૃત્યુ થયા હતા. દાગેસ્તાનનાં મુખ્ય શહેર મખાચકલા સ્થિત અધિકારીઓએ કહ્યું હતું કે, તુર્ત જ ત્રાસવાદ વિરોધી સમિતિએ વળતા પગલા લેવા આદેશ તો આપ્યો જ હતો. આ મુઠભેડમાં પાંચ આતંકીઓ તો માર્યા ગયા હતા. જયારે ગવર્નરે છ આતંકીઓ માર્યા ગયા હોવાનું પત્રકારોને જણાવ્યું હતું. કુલ કેટલા આતંકીઓ હતા તેની સંખ્યા હજી જાણી શકાઈ નથી, તેમ પણ તેમણે સ્વીકાર્યું હતું. આ સાથે ગવર્નર સર્જી એલિકોએ સોમ, મંગળ, બુધ તેમ ત્રણ દિવસનો શોક જાહેર કર્યો હતો.

 

(5:44 PM IST)