News of Thursday, 27th June 2024
જીવીત વ્યકિતની ત્વચાનું રોબોટ પર ઇમ્પ્લાન્ટ : રોબોટ હસી અને હાવભાવ પણ દર્શાવી શકશે
જાપાનના વૈજ્ઞાનિકોની કમાલ : આ ચામડી એટલી લચીલી છે કે તુટશે નહી : કોમેસ્ટીક તથા પ્લાસ્ટીક સર્જરીમાં બનશે મદદગાર

ટોકયો, તા.૨૭: જાપાની વૈજ્ઞાનિકોએ પહેલીવાર જીવીત વ્યકિતની ત્વચાથી હસતો ચહેરો બનાવ્યો છે, જેને હ્યુમનોઇડ રોબોટ સાથે જોડી શકાય છે આ ચહેરાની મદદથી રોબોટ માણસની જેમ હસવાની સાથે ચહેરા પર હાવભાવ પણ દર્શાવી શકશે.
ટોકયો યુનિ.ના વૈજ્ઞાનિકોએ જીવીત વ્યકિતની ત્વચા તથા લેબમાં બનાવાયેલ કોશીકાઓની મદદથી આ ચહેરો બનાવ્યો છે. આ ચામડી સાચી ચામડીની તેમજ કોમળ છે. તે પોતાને ઠીક પણ કરી શકે છે. જેને કોલેજન અને ઇલાસ્ટીનના નાના રેષાઓથી મજબુતી આપવામાં આવી છે.
કૃત્રીમ ત્વચાને રોબોટ પર લગાડવા પહેલા તેમાં નાના કાણા કરી તેની ઉપર કોલેજનવાળુ જેલ લગાવામાં આવ્યુ હતુ. તે એટલી લચીલી પણ છે કે રોબોટના હલનચલન કરવાથી તે ફાટશે નહીં. આ રિસર્ચ સ્કીન એજીંગ, કોમેસ્ટીકસ અને પ્લાસ્ટીક સર્જરીમાં મદદગાર બની શકશે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
