News of Thursday, 27th June 2024
લાખો વર્ષોથી અડીખમ આ વૃક્ષનું રહસ્ય વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું

નવી દિલ્હી : એવુ કેહવાય છે કે, ધરતી પાસે અદ્દભૂત ખજાનો છે, તે ધરતી ચાહે ભારતની હોય કે વિદેશની પરંતુ. પરંતુ તેની ઉપર કેટલાય વણઉકેલ્યા રહસ્ય છુપાયેલા છે. આજે તમને તે અંતર્ગત જ વાત કરવાની છે. મેડાગાસ્કરની એન્ટાનાનારીવો યુનિવર્સિટી અને લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીએ પરસ્પર સહયોગથી બાઓબાબ વૃક્ષો પર મોટા સંશોધન કર્યું છે. આ સંશોધન અભ્યાસમાં પહેલીવાર બાઓબાબની આઠ પ્રજાતિઓની આંતર-જાતિઓ જાહેર કરવામાં આવી છે. લાખો વર્ષોથી ધરતી પર ઉભેલા બાઓબાબ વૃક્ષોની અંદર અસંખ્ય રહસ્યો છુપાયેલા છે. વિજ્ઞાનીઓએ આ વૃક્ષો પર સતત સંશોધન કરી રહ્યા છે, કારણ કે જે જગ્યા પર આ વૃક્ષો ઉભા છે, ત્યાં બાઓબાબની મોટી ભૂમિકા જોવા મળી રહી છે. આ વિશાળ વૃક્ષોના લગભગ દરેક ભાગ મનુષ્યો અને પ્રાણીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. બાઓબાબના આ વિશાળ વૃક્ષો તેમના જાડા થડ અને નાની છત્રી માટે જાણીતા છે. એવું માનવામાં આવે છે કે, બાઓબાબ વૃક્ષો હજાર વર્ષ સુધી જીવીત રહી શકે છે. આ વૃક્ષો મોટાભાગે મેડાગાસ્કર, ઉત્તર-પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને મહાદ્વીપીય આફ્રિકાના એક ભાગના શુષ્ક જંગલ વાતાવરણમાં કીસ્ટોન પ્રજાતિ તરીકે જોવા મળે છે. એક રિપોર્ટ પ્રમાણે બાઓબાબ વૃક્ષોના લગભગ દરેક ભાગનો ઉપયોગ માણસો અને પ્રાણીઓ માટે ઉપયોગી છે. તેથી જ આ વૃક્ષોને જંગલની 'મા' તરીકે ઓળખવામાં આવે છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
