<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

એક મિનિટમાં દાંત વડે ૪૪ અખરોટ તોડીને વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો

૨૦૨૩માં નવીન કુમારે માથા વડે એક મિનિટમાં ૨૭૩ અખરોટ તોડી બતાવ્‍યા હતા

લંડન,તા. ૧: અખરોટ ખાવાના ફાયદા ઘણા છે, પણ એને તોડવા માટે મહેનત કરવી પડે છે. અમુક લોકો એવા હોય છે જે અખરોટને સરળતાથી દાંત વડે તોડી શકે છે. એક જર્મન વ્‍યક્‍તિએ તો આ મામલે વર્લ્‍ડ રેકોર્ડ બનાવી નાખ્‍યો છે. આન્‍દ્રે ઓર્ટોલ્‍ફ નામના આ ભાઈએ દાંત વડે એક મિનિટમાં સૌથી વધુ ૪૪ અખરોટ તોડીને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં નામ નોંધાવ્‍યું છે. ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સ દ્વારા આ અનોખા રેકોર્ડનો વિડિયો શેર કરવામાં આવ્‍યો હતો, જેમાં આન્‍દ્રે એક પછી એક ૪૪ અખરોટ દાંત વડે ભાંગે છે.

ઇન્‍સ્‍ટાગ્રામ પર આ વિડિયોને ૨.૫૨ લાખ વ્‍યુઝ અને બહુ બધી કમેન્‍ટ્‍સ મળી હતી. અખરોટ તોડવાના રેકોર્ડની વાત થાય છે ત્‍યારે ભારતીય માર્શલ-આર્ટિસ્‍ટ નવીન કુમારનું પણ નામ લેવું પડે. ૨૦૨૩માં નવીન કુમારે માથા વડે એક મિનિટમાં ૨૭૩ અખરોટ તોડી બતાવ્‍યા હતા.

(9:43 AM IST)