News of Monday, 1st July 2024
8 લાખ ભારતીય ધરાવતા આ દેશમાં મહિલા આતંકીઓ બનાવી રહી છે માનવ બૉમ્બ

નવી દિલ્હી: નાઈજીરિયામાં મહિલા આંતકવાદીઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. નાઈજીરિયામાં આતંકી મહિલાઓ માનવ બોમ્બ બની શહેરોમાં ખુલ્લેઆમ ફરી રહી છે. હાલમાં જ મહિલા આત્મઘાતી હુમલાખોરોએ લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર દરમિયાન બ્લાસ્ટ કરી ઓછામાં ઓછા 18 લોકોને મારી નાખ્યા હતા. એક બોમ્બ વિસ્ફોટ હોસ્પિટલમાં પણ કર્યો હતો. આ હુમલામાં 3 ડઝનથી વધુ લોકોના મોત નીપજ્યા હતા. છેલ્લા 15 વર્ષથી ચાલતા આ સંઘર્ષમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. લાખો લોકો ઘર છોડી પલાયન કરી ગયા છે. નાઈજિરિયન સેના અભિયાનના કારણે આતંકી સંગઠન હાલ શાંત તો થયુ છે, પરંતુ તે તક મળતાં જ ફરી પાછા બોમ્બ બ્લાસ્ટ કરી આંતક મચાવી શકે છે.નાજીરિયાના મીડિયા અનુસાર, મરનાર લોકોમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. ઈજાગ્રસ્ત લોકોની સ્થિતિ ગંભીર છે. અત્યારસુધી કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
