<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

જાણો શું છે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ:ખાવાથી થાય છે કેટલું નુકશાન

નવી દિલ્હી: આધુનિક જમાનામાં આખી દુનિયામાં ખાનપાનની આદતો ઝડપથી બદલાઈ રહી છે. વિશ્વભરની વાનગીઓ હવે નાના શહેરોમાં પણ ઉપલબ્ધ છે ત્યારે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ બાબતે રસપ્રદ પરિણામ જાહેર થયા છે. ચાલો એક નજર નાંખીએ જીવનું જોખમ સર્જતા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ પર... અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF) એટલે એવો ખોરાક જેમાં સ્વાદ વધારવા માટે એકથી વધુ પ્રક્રિયાઓ કરવામાં આવી હોય, એવી પ્રક્રિયાઓ જેને લીધે ખોરાકની પોષણ-ક્ષમતાઓ ઓછી થઈ ગઈ હોય કે પછી સદંતર ખતમ થઈ ગઈ હોય. એક રીતે જોઈએ તો UPF એ ઔદ્યોગિક સર્જન એટલે ‘ફેક્ટરીમાં બનેલો ખોરાક’ છે. એવો ખોરાક જેને એના મૂળ સાથે કશી લેવાલેવા નથી રહી. 'અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ’ શબ્દોનો ઉપયોગ મેદસ્વિતાના જોખમો સંદર્ભે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સૌપ્રથમવાર થયો હતો. તંદુરસ્તી જોખમાવતા, જાતભાતની બિમારીઓ નોતરી લાવતા હોવા છતાં વૈશ્વિક   સ્તરે UPFનો વપરાશ સતત વધતો જઈ રહ્યો છે. એના દુષ્પરિણામો ખાળવા માટે એક નવીન વિચાર રજૂ કરવામાં આવ્યો છે. 

(6:43 PM IST)