<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

મંગળ ગ્રહ પર એક વર્ષ રહીને આ ચાર વૈજ્ઞાનિકો સુરક્ષિત પરત ફર્યા

નવી દિલ્હી: ચંદ્ર બાદ માનવ જાત મંગળ ગ્રહ અંગેના સંશોધનમાં આગળ વધી રહી છે. હકિકતમાં નાસા એક એવા મિશન પર કામ કરી રહ્યો છે કે જેના સફળ થવાથી માનવી મંગળ ગ્રહ પર રહેઠાણ કરી શકશે. આ માટે તેણે મંગળના વાતાવરણની જેમ તૈયાર કરવામાં આવેલા ખાસ ઘરમાં ચાર વૈજ્ઞાનિકો એક વર્ષ જેટલો સમય પસાર કરવાનું મિશન સોંપ્યો હતો. જે મિશનમાં ચારેય વૈજ્ઞાનિકો 378 દિવસ વિતાવ્યા બાદ સલામત રીતે બહાર આવ્યા હતા. આ મિશન દ્વારા નાસા એ શક્યતા તપાસી રહ્યો છે કે મનુષ્યને મંગળ પર મોકલવા માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી પડશે. નાસાના ચાર વૈજ્ઞાનિકો, એન્કા સેલેરીયુ, રોસ બ્રોકવેલ, નાથન જોન્સ અને ટીમ લીડર કેલી હેસ્ટન છેલ્લા એક વર્ષથી મંગળ પરના મિશનને લગતા કાર્યક્રમનો ભાગ છે અને મંગળ પર મનુષ્ય કેવી રીતે જીવશે અને તેમને કેવા પડકારોનો સામનો કરવો પડશે તે વિશે અભ્યાસ કરતા મિશન માટે કામ કરી રહ્યા છે. આ મિશન પૂર્ણ કર્યા બાદ 378 દિવસ પછી, જ્યારે તમામ ચારેય વૈજ્ઞાનિકો ટેક્સાસના હ્યુસ્ટનમાં મંગળના વાતાવરણ મુજબ બનેલા ઘરમાંથી બહાર આવ્યા, ત્યારે બધાએ આ વૈજ્ઞાનિકોનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. તમને જણાવી દઇએ કે આ તમામ વૈજ્ઞાનિકો છેલ્લા એક વર્ષથી માનવ સંપર્કથી દૂર હતા.

(6:45 PM IST)