News of Wednesday, 10th July 2024
અમેરિકામાં બેરિલ વાવાઝોડાના કારણોસર 8 લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસમાં 'બેરિલ' વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. વાવાઝોડાને કારણે વૃક્ષો પડી જવાથી અને ભારે પૂરના કારણે આઠ લોકોના મોત થયા હતા. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેક્સાસમાં સાત લોકો અને લ્યુઇસિયાનામાં એક વ્યક્તિનું મોત થયું છે. ટેક્સાસમાં 3 મિલિયન ઘરો અને વ્યાપારી સંસ્થાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. નેશનલ હરિકેન સેન્ટરે સોમવારે સાંજે જણાવ્યું હતું કે બેરિલ વાવાઝોડું માટાગોર્ડા નજીક કેટેગરી 1ના વાવાઝોડા તરીકે નોંધવામાં આવ્યું હતું. જેના કારણે શાળાઓ, વ્યાપારી સંસ્થાઓ, ઓફિસો અને નાણાકીય સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ આ વાવાઝોડું હ્યુસ્ટનમાં જતા પહેલા માટાગોર્ડામાં ભારે વરસાદને કારણે નબળું પડી ગયું છે.
યુએસ નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે બેરિલ મંગળવારે નબળું પડ્યું હતું અને 30 માઇલ (45 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું, જોકે, તે હજુ પણ પૂર અને ભારે પવન સર્જી શકે છે. હ્યુસ્ટનમાં 3 મિલિયનથી વધુ લોકો જોરદાર પવન અને પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
