News of Monday, 22nd July 2024
ગાઝામાં એકજ અઠવાડિયામાં ઇઝરાયલે કર્યો 63વાર બૉમ્બ હુમલો :91ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ઈઝરાયલ અને હમાસના યુદ્ધને નવ મહિનાથી પણ વધુ સમય થયો છે. અત્યાર સુધીના હુમલામાં સૌથી વધુ ખુંવારી ગાઝા અને ગાઝા સ્થિત શરણાર્થી શિબિરોમાં થઈ છે. હમાસ દ્વારા સંચાલિત ગાઝા સરકારના મીડિયા કાર્યાલયે દાવો કર્યો છે કે, ઈઝરાયલી સેનાએ એક સપ્તાહમાં નુસેરાત સ્થિત ગાઝા શરણાર્થી શિબિરો પર 63 વખત બોમ્બમારો કર્યો છે, જેમાં 91 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા મુજબ ગાઝામાં શાસન કરનારા જૂથે શરણાર્થી શિબિરોમાં થઈ રહેલી હત્યા મામલે ઈઝરાયલ અને અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. આ શિબિરમાં હાલ અઢી લાખથી વધુ લોકો આશરો લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રની ટોચની કોર્ટે શુક્રવારે જ કહ્યું હતું કે, ઈઝરાયલે પેલેસ્ટાઈનીના ક્ષેત્રમાં કરેલો કબજો ગેરકાયદેસર છે, તેથી તેઓએ આ ક્ષેત્ર વહેલી તકે ખાલી કરવું જોઈએ. જોકે ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ના ન્યાયાધીશોની સલાહ માનવા માટે બંધાયેલું નથી.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
