News of Wednesday, 24th July 2024
પાકિસ્તાનમાં આતંકીઓએ ગર્લ્સ સ્કૂલની ઇમારતને બૉમ્બ વિસ્ફોટથી ઉડાવી દીધી હોવાના સમાચાર

નવી દિલ્હી: પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંત (ખૈબર-પખ્તુનવા પ્રાંત)માં આવેલા કબાઇવી વિસ્તારમાં ન ઓળખાયેલા ત્રાસવાદીઓએ એક સરકારી ગર્લ્સ સ્કૂલને સોમવારે રાત્રે પ્રબળ વિસ્ફોટકો દ્વારા ઉડાડી મુકી હતી.પાકિસ્તાનમાં ૨૧મી સદીમાં પણ એવા કટ્ટરપંથી ત્રાસવાદીઓ રહે છે જેઓ માને છે કે, છોકરીઓને ભણાવવી જ ન જોઈએ. છોકરીઓ મોટી થઈ વધુ આગળ ભણે તો તેઓ માથાભારે થઈ જાય પરિણામે પોતાના માતા-પિતા કે વડીલોના કાબુમાં ન રહે તો બીજી તરફ લગ્ન પછી પતિ કે સાસરિયાના દાબમાં ન રહે, આથી સમાજમાં અશાંતિ ઉભી થઈ જાય.આ અર્થહીન માન્યતા સામે વિચારકો કહે છે કે, જે દેશ એક તરફ બોંબ અને મિસાઇલ્સ બનાવે છે. તો બીજી તરફ સમાજની અર્ધો-અર્ધ વસ્તી અભણ, અજ્ઞાાન અને અબુધ રાખવા આ કટ્ટરપંથીઓની નેમ છે કે જેથી મલાલા યુસુફઝાઈ જેવી કોઈ માથા ફરેલ યુવતી ઊંચી ન થાય. તે માટે છોકરીઓ જે ભણવા માગે છે, તે છોકરીઓની શાળાઓ જ ઉડાડી દેવામાં આવે છે. આથી ભયભીત થઈને છોકરીઓ શાળાએ જવાનું જ માંડી વાળે છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
