<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

બાવીસ વર્ષની યુવતી ૧૩મા માળેથી પડી અને જાતે ઉભી થઈને ચાલવા પણ લાગી

મોસ્‍કો,તા. ૨૬: રશિયામાં એક યુવતી ૧૩મા માળેથી નીચે પડી ગઈ એમ છતાં તે આબાદ બચી ગઈ. તેને ખૂબ જ માઇનર ઇન્‍જરી થઈ હતી. બાવીસ વર્ષની સાઇબિરિયન વુમન ૧૮ જુલાઈએ ૧૩મા માળેથી પડી ગઈ હતી અને તે નીચે પટકાઈ એ વખતની ઘટના નજીકના ક્‍લોઝ્‍ડ સર્કિટ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડિયો સોશ્‍યલ મીડિયા એક્‍સ પર શેર કરવામાં આવ્‍યો છે, જેમાં યુવતી નીચે પટકાય છે. જોકે નીચે લીલુંછમ હરિયાળું ઘાસ પથરાયેલું છે એટલે તે બચી જાય છે. અલબત્ત, પટકાવાને કારણે તે લગભગ એકાદ ફુટ જેટલી પાછી ઉપર પણ ફેંકાય છે અને પાછી જમીન પર પટકાય છે. પટકાયા પછી અડધી જ મિનિટમાં યુવતી જાતે જ બેઠી થઈ જાય છે. કહેવાય છેને કે રામ રાખે તેને કોણ ચાખે?

(9:27 AM IST)