News of Friday, 26th July 2024
પેરિસમાં આજથી શરૂ થશે રમતોના મહાકુંભનો પ્રારંભ

નવી દિલ્હી: પેરિસમાં આવતીકાલથી ઑલિમ્પિકનો વિધિવત્ પ્રારંભ થશે. ઑલિમ્પિક આયોજક સમિતિના કહેવા પ્રમાણે ઑલિમ્પિકના ઇતિહાસમાં હજુ ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવશે. આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧.૦૦થી તેનો પ્રારંભ થશે અને તે ચાર કલાક જેટલો ચાલશે. અત્યાર સુધીના તમામ ઉદ્ધાટન સમારંભ ઑલિમ્પિક સ્ટેડિયમમાં જ થતા હોય છે જ્યારે આ પહેલો રમતોત્સવ છે જેમાં ખેલાડીઓની માર્ચપાસ્ટ પેરિસની સીન નદીમાં ૮૦ જેટલી બોટ વારાફરતી પસાર કરાવીને થશે આ બોટમાં જે તે ભાગ લેનાર દેશના ખેલાડીઓ તેમના રાષ્ટ્રધ્વજ સાથે અભિવાદન ઝીલશે. છ કિલોમીટર જેટલા નદીના વહેણમાં આ રીતે વારાફરતી બોટ પસાર થશે અને આટલા વિસ્તારમાં નદી કિનારે એટલે કે રીવર ફ્રન્ટ પર પ્રેક્ષકો આ ઉદ્ધાટન સમારંભને નિહાળવા માટે બેઠા હશે. પેરિસને એવી રીતે વિકસાવવામાં આવ્યું છે કે આ છ કિલોમીટરના માર્ગમાં જ મ્યુઝિયમ, ચર્ચ અને વિશ્વ પ્રવાસીઓને આકર્ષતા સ્થાપત્યો અને સ્મારકો આવેલા છે તે બધામાં શિરમોર એફિલ ટાવર છે. આ તમામ સ્થળો પર પણ પ્રેક્ષકોના બ્લોક ખડા કરવામાં આવ્યા છે. અંદાજે ૩ લાખ પ્રેક્ષકો નજર સામે કે પછી તે વિસ્તારમાં મુકવામાં આવેલા ૮૦ જેટલા જાયન્ટ સ્ક્રીન પર ઉદ્ધાટન સમારંભ માણશે ઉદ્ધાટન સમારંભના પ્રથમ બે કલાક સૂર્યપ્રકાશ રહેશે જ્યારે આખરી બે કલાક સૂર્યાસ્ત અને રાત્રિનો અદ્ભુત નજારો સર્જાશે. ઑલિમ્પિકની પૂર્ણાહુતિ ૧૧ ઑગસ્ટે થશે.૨૦૬ દેશના ૧૦,૫૦૦ ખેલાડીઓ ૩૨ રમતોના ૩૨૯ ઇવેન્ટસમાં મેડલ જીતવાનો જંગ ખેલશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
