News of Wednesday, 31st July 2024
૧૭ મહીનાથી પ્રેગ્નેન્ટ છે અમેરિકાની મહિલા : વીડિયો શેર કરીને ખોલ્યો રાઝ
લોકોનો સવાલ...આ કઇ રીતે શકય બને ?

ન્યુયોર્ક, તા.૩૧: અમેરિકામાં રહેતી ૩૧ વર્ષની જેકલીન વુડવેલ એક કન્ટેન્ટ ક્રિએટર છે. ટિકટૉક, યૂટ્યુબ પર તેના ૧ મિલિયન ફૉલોઅર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ૨ લાખથી વધુ ફૉલોઅર્સ છે. હાલમાં જ એક વીડિયો પોસ્ટ કરીને જેકલીને જણાવ્યું કે, તે ફરીથી માતા બનવા જઈ રહી છે. જો કે, વાત એમ છે કે, છેલ્લા ૧૮ મહિનામાં તે ૧૭ મહિનાની પ્રેગ્નેન્ટ છે.
મનુષ્યોમાં પ્રેગ્નેન્સીની અવધિ ૯ મહીના સુધી હોય છે. મેડિકલ કન્ડીશનના કારણે આ અવધિનો સમયગાળો ઓછો પણ થાય છે. કેટલીકવાર પ્રિમેચ્યોર બાળકો ૭ મહીનામાં પેદા થાય છે. મહિલાઓના શરીરમાં આ ૯ મહીનામાં ઘણા બધા બદલાવો થાય છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે, કોઈ મહિલા ૧૭ મહીના સુધી પ્રેગ્નેન્ટ રહી હોય? હાલમાં જ એક અમેરિકી મહિલાએ જણાવ્યું કે, તે ૧૭ મહીનાથી પ્રેગ્નેન્ટ છે, તો દરેક લોકો જાણીને ઘણા હેરાન થઈ ગયા હતા. તમે પણ વિચારતા હશો કે આ કેવી રીતે સંભવ છે? ચાલો અમે તમને જણાવીએ...
ધ સન વેબસાઈટ રિપોર્ટ પ્રમાણે,અમેરિકામાં રહેતી ૩૧ વર્ષની જેકલીન વુડવેલ એક કન્ટેન્ટ ક્રિએટર છે. ટિકટૉક, યૂટ્યુબ પર તેના ૧ મિલિયન ફૉલોઅર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ૨ લાખથી વધુ ફૉલોઅર્સ છે. હાલમાં જ એક વીડિયો પોસ્ટ કરીને જેકલીને જણાવ્યું કે, તે ફરીથી માતા બનવા જઈ રહી છે. ખરેખર જેકલીનની સાત વર્ષની દીકરી છે, જ્યારે બીજી દીકરી ૧૦ મહિનાની છે. હવે તે ફરી કેટલાક અઠવાડિયામાં માતા બનવા જઈ રહી છે.
જેકલીને વીડિયોમાં કહ્યું કે છેલ્લા ૧૮ મહિનામાં તે ૧૭ મહિનાની પ્રેગ્નન્ટ હતી. તેણે બીજી દીકરી એમ્માને જન્મ આપ્યો છે, અને થોડા અઠવાડિયા પછી તેણે ફરીથી ગર્ભધારણ કર્યું, જ્યારે તે નિરોધનો ઉપયોગ કરતી હતી. આ રીતે તેની બીજી દીકરી માત્ર ૧૦ મહિનામાં મોટી બહેન બની જશે. ધ સન મુજબ, મહિલા ડિલિવરી પછી માત્ર ૩ અઠવાડિયા પછી ગર્ભવતી બની શકે છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
