News of Monday, 5th August 2024
પુરૂષોમાં ટાલ પડવા પાછળનું કારણ શું છે?
ઘણા એવા લોકો છે જેને ૩૫ વર્ષની ઉંમર સુધી પહોંચતા-પહોંચતા ટાલ પડી જાય છે

નવી દિલ્હી,તા.૫: દરેક વ્યક્તિના માથા પર વાળ હોવા ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારો આખો લુક બદલાઇ જાય છે અને તમે ખૂબસૂરત દેખાવ છો. વાળનું ધ્યાન કોઇ અનમોલ વસ્તુની જેમ રાખવું પડે છે. પરંતુ જયારે તે જ વાળ આપોઆપ ખરવા લાગે તો ટેન્શન વધી જાય છે અને આપણે અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા લાગીએ છીએ. જયારે વાળ ખરવાનું બંધ નથી થતું તો તે પુરુષોના માથે ટાલ પાડી શકે છે, પરંતુ મહિલાઓમાં આ વસ્તુ ઓછી જોવા મળે છે. જો કે તે પણ ખરતા વાળની સમસ્યાથી દુઃખી રહે છે પરંતુ મહિલાઓમાં ટાલ ઓછી જોવા મળે છે. તો ચાલો જાણીએ પુરુષોના માટે ટાલ કેમ પડે છે.
પુરુષોમાં ટાલ પડલી વધુ કોમન છે. યોગ્ય લાઇફસ્ટાઇલ ન હોવાના કારણે નાની ઉંમરમાં જ આવી સમસ્યા થવા લાગે છે. એવા ઘણા લોકો છે જે ૩૫ વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધીમાં ટાલ પડી જાય છે. આખરે તેની પાછળનું કારણ શું છે? ચાલો જાણીએ.
હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર, પુરુષોમાં જયારે DTH (ડાઇહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન)નું લેવલ વધી જાય છે તો તેમના વાળ ખરવા લાગે છે. DTH મેલ સેક્સ હોર્મોન છે, જેને એન્ડ્રોજન પણ કહેવામાં આવે છે. એન્ડ્રોજનના ઘણા કામ છે અને તેમાં સૌથી મુખ્ય છે હેર ગ્રોથને કંટ્રોલ કરવો. વધુ એન્ડ્રોજન હોવાથી પુરુષના ચહેરા અને શરીર પર વધુ વાળ ઉગી શકે છે, પરંતુ તેનાથી માથાના વાળ ખરી પણ શકે છે. પુરુષોમાં ટાલની પેટર્નને એન્ડ્રોજેનિક એલોપેસિયાના રૂપમાં ઓળખવામાં આવે છે. DTHનું ઓછું લેવલ પણ સારુ નથી હોતું, કારણ કે તે પુરુષોના યૌન અંગોના વિકાસને પણ રોકી શકે છે.
મેડિકલ શોપ પર તેને કંટ્રોલ કરવા માટે ઘણી દવાઓ મળે છે. તેને ઓછું કરવા માટે તમે બ્લોકર્સ કે ઇનહિબિટર્સનો સહારો લઇ શકો છો. કોળાના બીજનું તેલ DTHને બ્લોક કરવાનું કામ કરે છે.
તેને બ્લોક કરવા માટે તમારે એવું શેમ્પૂ લેવું જોઇએ જેમાં ગ્રીન ટીના એક્સ્ટ્રેક્ટ હોય, ટી ટ્રી ઓઇલ અને રોઝમેરીનો એક્સ્ટ્રેક્ટ હોય. તમારા શેમ્પૂમાં સલ્ફેટ અને પેરાબેન ન હોવા જોઇએ. હેલ્થલાઇમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, તે સંપૂર્ણ રીતે સેફ છે. જો તમારી સ્કેલ્પ સેંસેટિવ છે જો યુઝ કરતાં પહેલા એકવાર પેચ ટેસ્ટ જરૂર કરી લેવો જોઇએ.
જરૂરી નથી કે તમારી ટાલ પડવા પાછળ DTH લેવલ વધવું જ હોય. હા તે જરૂર છે કે મોટાભાગના કેસમાં DTHના કારણે જ ટાલ પડે છે. પરંતુ શરીરમાં પોષક તત્ત્વોની ઉણપથી પણ આવી સમસ્યા થઇ શકે છે. વાળના ગ્રોથ માટે મળતા જરૂરી વિટામિન્સની ઉણપથી પણ આવું થઇ શકે છે. તેથી DTHને બ્લોક કરવાના શેમ્પૂ કે પ્રોડક્ટ પસંદ કરતાં પહેલા ડોક્ટરનો સંપર્ક જરૂર કરો.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
