News of Monday, 12th August 2024
મેક્સિકોમાં હજારો વર્ષથી ઉભેલ પિરામિડ અચાનક ઘસતા લોકોમાં ડર

નવી દિલ્હી: મેક્સિકોમાંથી પૃથ્વી પર મોટા મહાવિનાશ થવાના સંકેતો મળી આવ્યા છે. મેક્સિકોમાં રહેતી એક પ્રાચીન જનજાતિ દ્વારા માનવ બલિ માટે ઉપયોગમાં લેવાતા બે પિરામિડના ધસી જવાથી આ વાત કહેવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આવનારા વિનાશના અલૌકિક સંકેત તરીકે આ પિરામિડ તૂટી ગયા છે. એક અહેવાલ અનુસાર, આ પિરામિડ બનાવનાર સ્થાનિક જનજાતિના વંશજોને ભય છે કે વિનાશક તોફાની વરસાદને કારણે બે જોડિયા પિરામિડમાંથી એક પિરામિડ તૂટવાને કારણે મોટી કુદરતી આફત આવવાની છે.
30 જુલાઈના રોજ ભારે વરસાદને કારણે પિરામિડનું એક માળખું તૂટી ગયું હતું. તેની એક બાજુનો હિસ્સો વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પિરામિડ આધુનિક પ્યુરપેચા લોકોના પૂર્વજો દ્વારા બાંધવામાં આવ્યું હતું, જે એક લોહિયાળ આદિજાતિ હતી જેણે એઝટેકને હરાવી હતી. ઇતિહાસકારો કહે છે કે પ્રાચીન પ્યુરપેચા જનજાતિએ તેમના સૌથી મહત્ત્વપૂર્ણ દેવતા કુરીકવેરીને માનવ બલિ આપવા માટે યાકાટા પિરામિડનો ઉપયોગ કર્યો હતો. યાકાટા પિરામિડ મિચોઆકન રાજ્યમાં ઇહુઆત્ઝિયોના પુરાતત્તત્વીય સ્થળમાં જોવા મળે છે.
પ્યુરપેચા જનજાતિ વિશે જાણકારી ધરાવતાં એક વ્યક્તિએ જણાવ્યું છે કે, તેમની પ્રાચીન પરંપરાઓ અનુસાર તોફાનથી પિરામિડને થયેલું નુકસાન કોઈ વિનાશ આવવાની નિશાની હોઈ શકે છે. નોંધનીય છે કે પ્યુરપેચા જનજાતિએ એઝટેકને હરાવીને સન 1519માં સ્પેનિશ હુમલા પહેલાં 400 વર્ષ સુધી મેક્સિકો પર શાસન કર્યું હતું.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
