<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

ચીનની ધમકીને લક્ષ્યમાં રાખીને બાયડને ગુપ્ત પરમાણુ રણનીતિને આપી મંજૂરી

નવી દિલ્હી: નેપલ્સ પાસેનો જવાલામુખી 'વિસુવિયસ' ફાટયો ત્યાં સુધી કોઈને ખબર જ ન હતી કે વિનાશ સાથે ઝબુંળી રહ્યો છે. બસ આવી જ સ્થિતિમાં આપણે સૌ 'અપને અપને ખ્યાલ મેં ગુલતાન હૈ' તેમ રહીએ છીએ. પૂર્વમાં ચીન પરમાણુ શસ્ત્રો ખડકે જાય છે. રહી રહીને પશ્ચિમે અમેરિકા જાગે છે. ચીનની ધમકીને લક્ષ્યમાં રાખી જો બાયડેને 'ગુપ્ત પરમાણુ રણનીતિ'ને મંજૂરી આપી છે. આ નવી નીતિનું નામ 'ન્યૂક્લિયર-એમ્પલોયમેન્ટ ગાઈડન્સ' તેવું રાખ્યું છે. આ માહિતી આપતાં 'ન્યૂયોર્ક ટાઇમ્સે' મંગળવારે જણાવ્યું છે કે, 'ચીન દ્વારા તેના પરમાણુ શસ્ત્રોનો ખડકલો શરૂ કર્યો હોઈ તેનો સામનો કરવા વોશિંગ્ટને નવી રણનીતિ ઘડવી શરૂ કરી દીધી છે.' જોકે 'વ્હાઇટ હાઉસ' સત્તાવાર રીતે તો આવી કોઈ રણનીતિ હોવાનું કહેતું જ નથી, પરંતુ અનામી રહેવા માગતા અધિકારી દ્વારા આ 'ગુપ્ત' રણનીતિ જાહેર કરવામાં આવી હતી. હવે તે 'અનક્લાસીફાઈડ-નોટિફિકેશન' બની રહી છે, કારણ કે તે હવે અમેરિકી સંસદ (કોંગ્રેસ)ને મોકલવામાં આવશે. તાજેતરમાં જ બાયડેન વહીવટીતંત્રના બે અધિકારીઓએ આડકતરી રીતે જણાવ્યું હતું કે રણનીતિનું પુનરાવલોકન થઈ રહ્યું છે.

 

(6:22 PM IST)