તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Thursday, 22nd August 2024
પાકિસ્તાનમાં શાળાની વાન પર ફાયરિંગ થતા 2 બાળકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: પાકિસ્તાનના એટોકમાં સ્કૂલ વાન પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિના આ હુમલામાં બે બાળકોના મોત થયા છે જ્યારે પાંચ બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના એટકના ઢેરી કોટની છે. આ હુમલામાં સ્કૂલ વાનના ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એટોક પોલીસનું કહેવું છે કે હુમલાખોર ગોળીબાર કરીને સ્થળ પરથી ભાગી ગયો હતો. તમામ બાળકોની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે છે. પ્રાદેશિક પોલીસ અધિકારી બાબર સરફરાઝ અલ્પાનું કહેવું છે કે આ ઘટના અંગત અદાવતના કારણે બની છે. હુમલાખોરનું ટાર્ગેટ ડ્રાઈવર હતો પરંતુ સ્કૂલના બાળકો પણ તેનો શિકાર બન્યા હતા. આ મામલે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ શરૂ કરી છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
