<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

કેનેડાની નવી ઇમિગ્રેશન પદ્ધતિથી ભારતીય વિદ્યાર્થીઓ મુકાયા ચિંતામાં

નવી દિલ્હી: કેનેડામાં રહી રહેલા વિદેશી વિદ્યાર્થીઓમાં 40% વિદ્યાર્થીઓ ઈન્ડિયાના છે. સ્ટુડન્ટ વિઝા લઈને કેનેડામાં રહેવાનું સપનું જોનારા યુવાઓને હવે ટ્રુડોની નવી ઈમિગ્રેશન પોલિસીના કારણે મોટો ઝટકો લાગ્યો છે. આ જ કારણ છે કે, પોલિસીમાં ફેરફારના કારણે 70,000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પર પોતાના દેશ પરત ફરવાની તલવાર લટકી રહી છે. ત્યાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા છે. તો આજે આપણે એ જાણીએ કે, અંતે કેનેડામાં આટલા ભારતીય વિદ્યાર્થીઓ કેમ જાય છે. આ ઉપરાંત ટ્રુડોની નવી પોલિસીના ત્યાં રહી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર પડશે.
નોંધનીય છે કે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે, અમે કેનેડામાં ઓછા વેતન વાળા અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે. લેબર માર્કેટ બદલાઈ ગયું છે. હવે અમારા કેનેડિયન કામદારો અને યુવાનોના વ્યવસાયમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. તેમની જાહેરાત બાદ જ કેનેડામાં રહેતા ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓમાં વિરોધ શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે, જો આપણે વર્ષ 2023ની વાત કરીએ તો કેનેડામાં અત્યાર સુધીમાં 900,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. હવે 2024ના અંત સુધીમાં 500,000 કાયમી રહેવાસીઓની સંખ્યા વધી જવાની શક્યતા હતી.

 

(5:36 PM IST)