તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
શાળાના એસાઇન્મેન્ટમાં પુછાયેલ વિચિત્ર સવાલો પર વાલીઓ પણ ભડકી ઉઠ્યા

નવી દિલ્હી: સદીઓથી ઈશ્વરના અસ્તિત્વને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વિષય ઘણીવાર ચર્ચાનો ભાગ પણ બની જાય છે. જેઓ ભગવાનમાં આસ્થા રાખે છે તેમની પોતાની દલીલો હોય છે અને જેઓ ભગવાનમાં આસ્થા નથી રાખતા તેમની પાસે પણ તેમની પોતાની દલીલો હોય છે. પરંતુ તાજેતરમાં અમેરિકાના ઓક્લાહોમા શહેરમાં એક શાળાના એસાઇન્મેન્ટમાં કેટલાક આવા જ સવાલોએ વિવાદ સર્જ્યો છે. આ એસાઇનમેન્ટ અને તેમાં પૂછાયેલા સવાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઇરલ થઈ રહ્યા છે.
ઓક્લાહોમામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી એસાઇનમેન્ટની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. આ તસવીર વિદ્યાર્થીની માતાએ ફેસબુક પર પોસ્ટ કરી હતી. ફેસબુક પર આ પોસ્ટ શેર થતાની સાથે જ એસાઇનમેન્ટમાં પૂછવામાં આવેલા સવાલને લઈને વિવાદ શરૂ થયો છે. ફેસબુક પોસ્ટ પ્રમાણે જો આપણે એસાઇનમેન્ટના સવાલ પર નજર કરીએ, તો તેમાંના કેટલાક આ પ્રમાણે હતા: શું શેતાન ખરેખર અસ્તિત્વ ધરાવે છે? શું ખરેખર ઈશ્વરનું અસ્તિત્વ છે? હવે જ્યારે આવા સવાલો સામે આવે ત્યારે વિવાદ થવો સામાન્ય છે. આ ચર્ચા નાસ્તિકો અને આસ્તિકો વચ્ચે ગરમાઈ છે. ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા કે સ્કૂલના નિર્દોષ બાળકોને આવા સવાલ કેમ પૂછવામાં આવ્યા? એસાઇનમેન્ટમાં પૂછવામાં આવેલા સવાલોની તસવીર શેર કરતા વિદ્યાર્થીની માતાએ પોસ્ટ કરી છે. ઓલિવિયા ગ્રેએ પોસ્ટમાં લખ્યું કે, આ ઓક્લાહોમાના એક હાઈસ્કૂલના ક્લાસ માટે એસાઇનમેન્ટ છે. વિશ્વના ઇતિહાસના વિષયમાં આવા સવાલો પૂછવાનો શું તર્ક છે. આવા સવાલો ગાંડપણ અને બકવાસથી ભરેલા છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
