તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
ચીન જાપાન સાથે સંઘર્ષ કરી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: હવે ચીન જાપાનના હવાઈ ક્ષેત્રમાં દખલગીરી કરી રહ્યું છે. સોમવારે જાપાને આ અંગે માહિતી આપી હતી અને કહ્યું કે ચીનના વિમાને અમારા હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. આ અંગે જાપાન સરકારે ચીનના કાર્યકારી રાજદૂતને જાણ કરી વિરોધ નોંધાવ્યો છે.
જાપાન મંત્રાલયે જણાવ્યું કે, સોમવારે સવારે 11.29 વાગ્યે Y-9 વિમાને ઈસ્ટ ચાઈના સીમાં નાગાસાકી ખાતે દાંજો દ્વિપો પાસે હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. જાપાને કહ્યું કે, ચીનનું વિમાન તેના હવાઈ સીમામાં લગભગ 2 મિનિટ સુધી રોકાયુ હતું. જેના લીધે ઈમરજન્સી સ્થિતિમાં જાપાને તેના ફાઈટર વિમાનો તૈનાત કર્યા હતા. જાપાનના મીડિયા સૂત્રો અનુસાર, આ ઘટનાના લીધે બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. ક્ષેત્રમાં અને તાઈવાન સાથે ચીનની વધતા તણાવના કારણે અમેરિકા અને તેના સહયોગીઓની ચિંતા વધી છે. જાપાન પણ ભારત, ઓસ્ટ્રેલિયા, અને અમેરિકા સાથે QUAD ગ્રૂપનો હિસ્સો છે. જાપાનની સત્તા હેઠળના ચાઈના સીમાં સનકાકૂ દ્વિપો પર ચીન દાવો કરે છે. આ મામલે ચીન અને જાપાનની નૌકાઓ વચ્ચે અવારનવાર મતભેદો થઈ ચૂક્યા છે. ઉત્સુરી આઈલેન્ડ, મિનામીકોજિમા અને કિતાકોજીમા વિવાદિત ટાપુઓને ચીનમાં દિયાયુ તરીકે ઓળખવામાં આવે છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
