News of Monday, 2nd September 2024
૯ વર્ષની કન્યાની આ તસવીરે ફોટોગ્રાફી સ્પર્ધામાં વિશ્વમાં ડંકો વગાડ્યો

નવી દિલ્હી, તા.૨: લંડનના નેચર હિસ્ટરી મ્યુઝિયમ દ્વારા દર વર્ષે યોજાતા ધ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC) વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યરના ખિતાબ માટેની સ્પર્ધામાં દુનિયાભરમાંથી આ વર્ષે ૫૯,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. એમાં ફરીદાબાદમાં રહેતી ૯ વર્ષની કન્યા શ્રેયોવી મહેતા યંગ ફોટોગ્રાફરની કૅટેગરીમાં રનર-અપ હતી.શ્રેયોવીએ ભરતપુરના કેવલાદેવ નૅશનલ પાર્કમાં એક મોર અને ઢેલના યુગલનો ફોટો પાડ્યો હતો. આ તસવીરે શ્રેયોવીને ૬૦મા BBC વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યરમાં ઉપવિજેતા બનાવી હતી.
૧૧૭ દેશોમાંથી આ સ્પર્ધા માટે એન્ટ્રી આવી હતી. શ્રેયોવી ફરીદાબાદની શિવ નાડર સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણે છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
