News of Monday, 2nd September 2024
ઓએમજી....પ્રસિદ્ધ 'જાસૂસ' વ્હેલ મળી આવી મૃત હાલતમાં

નવી દિલ્હી: વર્ષ 2019માં સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનારી 'હવાલ્દિમીર' નામની બેલુગા વ્હેલ નોર્વેમાં મૃત હાલતમાં મળી આવી હતી. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ 14 ફૂટ લાંબી અને 2,700 પાઉન્ડ વજન ધરાવતી વ્હેલ પાંચ વર્ષ પહેલાં કેમેરા લગાવવા માટે તૈયાર કરાયેલા ઉપકરણો સાથે જોવા મળી હતી. ત્યાર બાદ તેને ઈન્ટરનેટ પર Hvaldimir Spy Whale ઉપનામ આપવામાં આવ્યું હતું. આ ઉપકરણોને સેન્ટ પીટર્સબર્ગના નિશાન લગાવવામાં આવ્યા હતા. જે પછી મોટા પ્રમાણમાં એવી અટકળો ફેલાઈ હતી કે, આ વ્હેલ રશિયન રિકોનિસન્સ મિશનનો ભાગ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ રશિયન સ્પાય વ્હેલના શરીરમાં કેમેરા તેમજ અન્ય કેટલાક ઉપકરણો છુપાયેલા હતા, જેના દ્વારા કોઈપણ વિસ્તારના ફોટા અને વીડિયો લઈ શકતા હતા. આ વ્હેલ તેની આસપાસના અવાજોને પણ રેકોર્ડ કરવામાં સક્ષમ હતી. એવું કહેવાય છે કે, આ વ્હેલ માણસો સાથે ખૂબ જ મિલનસાર હતી. તેના પરથી એવું અનુમાન લગાવી શકાતુ હતું કે, તે ક્યાંક કેદમાં હતી અને તેને પોતાની આસપાસના માણસોને જોવાની આદત હતી.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
