News of Monday, 2nd September 2024
યુક્રેને રશિયા પર કર્યો સૌથી મોટો ડ્રોન હુમલો

નવી દિલ્હી: યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ રાતોરાત 158 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા હતા, મોસ્કો શહેરમાં બે અને મોસ્કોની આસપાસના નવ વિસ્તારોમાં હુમલો થયો હતો. આના પરથી સમજી શકાય છે કે યુક્રેને કેટલા મોટા ડ્રોન હુમલા કર્યા હશે. રશિયન સૈન્યએ કુર્સ્ક પ્રદેશમાં 46 ડ્રોનનો નાશ કર્યો હતો, યુક્રેને બીજા વિશ્વ યુદ્ધ પછી રશિયન ધરતી સૌથી મોટા હુમલાના ભાગરૂપે આ સપ્તાહે સૈનિકો મોકલ્યા હતા.
યુક્રેનના આ ડ્રોન હુમલાઓને કારણે હવે યુદ્ધે વિકરાળ સ્વરૂપ લીધુ છે. આ વર્ષની શરૂઆતથી, યુક્રેને રશિયન ભૂમિ પર આક્રમક હવાઈ હુમલાઓ કર્યા છે અને તેની રિફાઈનરીઓ અને ઓઈલ સેન્ટર્સને નિશાન બનાવ્યા છે. અગાઉ શુક્રવારે, દક્ષિણ-પશ્ચિમ રશિયન શહેર બેલ્ગોરોડ પર યુક્રેનિયન હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 46 ઘાયલ થયા હતા.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
