<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ લીધા આકરા પગલાં

નવી દિલ્હી: એમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાન વિરૂદ્ધ ગઈકાલે મોટો નિર્ણય લીધો છે. આ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યૂ મિલરે જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિરૂદ્ધ તેમનું આકરૂ વલણ જળવાઈ રહ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનની બેલિસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટમાં મળનારી ચીનની મદદ પર પ્રતિબંધ લાદ્યો છે.ઉલ્લેખનીય છે, જે ચીનની કંપનીઓ પાકિસ્તાનની બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામમાં પુરવઠો પૂરો પાડી રહી છે, તે કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ લાદી દીધો છે, અમેરિકાના આ નિર્ણયથી પાકિસ્તાન તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા આવી નથી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ અને ટેક્નોલોજીના પ્રસારમાં સામેલ ચીનની પાંચ કંપનીઓ અને એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓર્ડર 13382 અનુસાર, બેઇજિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓટોમેશન ફોર મશીન બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રી (RIAMB) પર ચાંપતી નજર રાખી રહી છે. આ કંપની સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસારણ અને તેના વિતરણના માધ્યમો પર કામ કરે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે RIAMBએ પાકિસ્તાનને શાહીન-3 અને અબાબિલ સિસ્ટમ સંબંધિત ઉપકરણોમાં મદદ કરી છે. અમેરિકાનું કહેવું છે કે આ કંપનીએ પાકિસ્તાની મિસાઈલ પ્રોજેક્ટ માટે રોકેટ મોટરના પરીક્ષણ માટેના સાધનો ખરીદવામાં પાકિસ્તાન સાથે કામ કર્યું છે. આ સાથે ચીનની કંપનીઓ હુબેઈ હુઆચાંગડા ઈન્ટેલિજન્ટ ઈક્વિપમેન્ટ કંપની, યુનિવર્સલ એન્ટરપ્રાઈઝ અને શિઆન લોંગડે ટેક્નોલોજી ડેવલપમેન્ટ કંપની ઉપરાંત પાકિસ્તાન સ્થિત ઈનોવેટિવ ઈક્વિપમેન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં એક ચીની નાગરિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, આ વ્યક્તિ પર ચીનને સાધનો પહોંચાડવામાં મદદ કરવાનો આરોપ છે.

 

(5:54 PM IST)