<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આવતીકાલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઈબીપી-૨૦)ના દેશવ્યાપી અમલ વિરુદ્ધ અરજીની સુનાવણી: વાહનોને જોખમ અને ઇથેનોલ-મુક્ત પેટ્રોલની ઉપલબ્ધતા તથા સ્પષ્ટ લેબલિંગની માંગ : સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ ગવઇની બેન્ચ આવતીકાલે સોમવારે જાહેર હિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી કરશે જેમાં ૨૦ ટકા ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઈબીપી-૨૦)ના દેશવ્યાપી અમલને પડકારવામાં આવ્યો છે. : અરજીમાં આરોપ છે કે આ પેટ્રોલથી લાખો વાહન માલિકોને તેમના વાહનો માટે અનુરૂપ ન હોય તેવા ઇંધણનો ઉપયોગ કરવા મજબૂર કરવામાં આવ્યા છે, જેનાથી એન્જિનમાં કોરોઝન, માઇલેજમાં ઘટાડો, વાહનોના ભાગોનું વ્હેલા ઘસાઈ જવું, ઓછું માઈલેજ અને વધુ રિપેર ખર્ચ થાય છે. 10:48 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST