News of Thursday, 19th September 2024
યુકેમાં ઇન્ડિયન રેસ્ટોરંટના મેનેજરે વર્કર્સને ઈલિગલી જોબ પર રાખતા પ્રતિબંધ લાગ્યો

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ વિસ્તારમાં હેરફોર્ડશાયર ખાતે એક ભારતીય રેસ્ટોરન્ટના મેનેજરને પોતાને ત્યાં ઈલીગલ વર્કર્સ રાખવા ભારે પડ્યા છે. ભારતીય રેસ્ટોરાંના મેનેજરે બાંગ્લાદેશના બે ઈલીગલ વર્કર્સને નોકરી પર રાખ્યા હતા જેના કારણે તેને કંપનીના ડિરેક્ટર તરીકે પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. સાઉથ એશિયન હેરિટેજના 35 વર્ષીય બ્રિટિશ નાગરિક માસૂમ ખાને લિયોમિન્સ્ટર શહેરમાં એટનામ સ્ટ્રીટ પર ભારતીય રેસ્ટોરાં તરીકે બ્રાન્ડેડ જલાલાબાદ અકબરી ક્યુઝિનમાં બે ઈલીગલ વર્કર્સને નોકરી પર રાખ્યા હતા. માસૂમ ખાન ઈલીગલ વર્કર્સને રોજગારી આપવાના શંકાના દાયરામાં આવ્યો હતો જેના કારણે 2021માં યુકે ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓ દ્વારા આ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં સામે આવ્યું હતું કે તેણે જે બે બાંગ્લાદેશીઓને નોકરી પર રાખ્યા હતા તેમની પાસે યુકેમાં કામ કરવાનો કોઈ અધિકાર ન હતો.
એક બાંગ્લાદેશીએ ઈન્વેસ્ટિગેટર્સને જણાવ્યું હતું કે તે આ રેસ્ટોરાંમાં બે મહિનાથી કામ કરી રહ્યો છે જ્યારે બીજાએ કહ્યું હતું કે તે કોવિડ પેન્ડેમિકથી ત્યાં કામ કરી રહ્યો છે. યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ જોનાથન રેનોલ્ડ્સે માસૂમ ખાન તરફથી મંગળવારથી શરૂ થનારા પાંચ વર્ષના પ્રતિબંધ માટે ડિસ્ક્વોલિફિકેશનની બાંયધરી સ્વીકારી છે. વેસ્ટ મિડલેન્ડ્સ માટે હોમ ઓફિસના ઈમિગ્રેશન કમ્પ્લાયન્સ એન્ફોર્સમેન્ટના મેથ્યુ ફોસ્ટરે કહ્યું હતું કે, હેરફોર્ડશાયરમાં ઈલીગલ કામ કરવા અંગેની આ તપાસ ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. કોઈ પણ વ્યક્તિને કામ પર રાખતા પહેલા તેને યુકેમાં કામ કરવાનો અધિકાર છે કે નહીં તેની ખાતરી કરવાની જવાબદારી એમ્પ્લોયર્સની છે. જો એમ્પ્લોયર્સ આવું કરવામાં નિષ્ફળ રહે છે તો રેગ્યુલેટર દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
