<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

સિંગાપુરના શોપિંગ મોલમાં શૌચ કરવા બદલ ભારતીયને ૪૦૦ ડોલરનો દંડ

નવી દિલ્‍હી,તા. ૨૦: સિંગાપોરના મરિના બે સેન્‍ડ્‍સ ખાતે ‘ધ શોપ્‍સ' મોલના પ્રવેશદ્વાર પર નશો કર્યા બાદ શૌચ કરવા બદલ ગુરુવારે એક ભારતીય બાંધકામ કામદારનેᅠ ૪૦૦ સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. આ ઘટના ગયા વર્ષે ૩૦ ઓક્‍ટોબરે બની હતી. અહેવાલ અનુસાર, બાંધકામ કામદાર રામુ ચિન્નરસા (૩૭)એ પર્યાવરણીય જાહેર સ્‍વચ્‍છતા નિયમો હેઠળ ગુનો કબૂલ કર્યો છે.

ગયા વર્ષે ઓક્‍ટોબરમાં, ફેસબુક પર આ ઘટનાની એક તસવીર જાહેર કરવામાં આવી હતી.ડેપ્‍યુટી પબ્‍લિક પ્રોસિક્‍યુટર (ડીપીપી) એડેલ તાઈએ જણાવ્‍યું હતું કે મરિના બે સેન્‍ડ્‍સના એક સુરક્ષા અધિકારીએ તે જ દિવસે સોશિયલ મીડિયા પર રામુનો વીડિયો જોયો હતો અને પોલીસ રિપોર્ટ નોંધાવ્‍યો હતો.

(3:12 PM IST)