તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ઓએમજી......છત પરથી મૃતદેહો ફેંકતા ઇઝરાયલી સૈનિકોનો વિડીયો થયો વાયરલ

નવી દિલ્હી: ઈઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું. ગાઝા અને વેસ્ટ બેન્કમાં ઈઝરાયલ સેના આઈડીએફ (IDF) નો કહેર હજુ શરૂ જ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વેસ્ટ બેન્કમાં ઈઝરાયલ સૈનિકો બહુમાળી ઈમારતની છત પરથી પેલેસ્ટાઈનના અમુક યુવકોનો મૃતદેહ નીચે ફેંકી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયાં બાદ વિવાદ શરૂ થયો છે અને ઘણાં માનવાધિકાર સંગઠનો તેની નિંદા કરી રહ્યાં છે.
ઈઝરાલ સેના ગુરૂવારે વેસ્ટ બેન્કના ઉત્તરના ભાગમાં દરોડો કરવા પહોંચી હતી. કબાતિયા શહેરમાં દરોડા પાડતી વખતે આઈડીએફએ ઈમારતની છત પર પડેલાં પેલેસ્ટાઇનના લોકોના મૃતદેહને નીચે ફેંકી દીધાં હતાં. આ સમગ્ર ઘટના તે સમયે ત્યાં હાજર અમુક પત્રકારોએ પોતાના કેમેરામાં કેદ કરી હતી.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
