<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

હવે એકજ ક્લિકમાં ખબર પડી જશે કે ફોટો કે વિડીયો ઓરીજનલ છે કે પછી AI

નવી દિલ્હી: ગૂગલ દ્વારા એક ધમાકેદાર નવું ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર જાણી શકશે કે ફોટો ઓરિજિનલ છે કે પછી એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ની મદદથી બનાવવામાં આવ્યો છે. આજકાલ AIનો ઉપયોગ ખૂબ જ થઈ રહ્યો છે. આથી ઘણી વાર ફોટો ઓરિજિનલ છે કે એને બનાવવામાં આવ્યો છે એ જાણી નથી શકાતું. જોકે ગૂગલ હવે યુઝર માટે એ સરળ બનાવી દેશે. આ ફીચરને ‘અબાઉટ ધીસ ઇમેજ’નામ આપવામાં આવશે એવી શક્યતા છે. આ ફીચર લોન્ચ કર્યા બાદ યુઝર એ ફોટો કેવી રીતે બનાવવામાં આવ્યો છે અને એનો સોર્સ શું છે એ જાણી શકાશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં એના પર ક્લિક કરવું. જો કે એ ફોટો ઇન્ટરનેટ પર હોવો જરૂરી છે. કોઈ સેલિબ્રિટીનો ફોટો હોય કે સોશિયલ મીડિયા પોસ્ટ હોય કે પછી કોઈ ન્યુઝ ચેનલ પર હોય કે પછી અન્ય કોઈ પણ કારણસર એ ફોટો ઓનલાઇન હોય તો એ AIની મદદથી બનાવવામાં આવ્યો છે કે નહીં એ જાણી શકાશે. આ માટે ફોટો પર ક્લિક કરવું. ક્લિક કરતાંની સાથે જ વિકલ્પ આવશે એમાં ‘અબાઉટ ધીસ ઇમેજ’ પર ક્લિક કરવું. એના પર ક્લિક કર્યા બાદ ગૂગલ ફોટોના મેટાડેટા શોધશે. આ મેટાડેટા પરથી ફોટો ક્યારે અને કઈ જગ્યાએ અને કેવી રીતે બનાવવામાં આવ્યો છે. જો કે આ માટે ફોટોમાં મેટાડેટા હોવા જરૂરી છે.

 

 

 

(5:45 PM IST)