News of Wednesday, 25th September 2024
આ છે માઈક્રોસોફ્ટ ઓફિસનો એક નવો પ્રોગ્રામ

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટના ઓફિસ પ્રોગ્રામ્સ આપણે સૌ માટે જાણીતા છે, પણ આ પ્રોગ્રામ્સ કેટલી જાતની ફ્લેવરમાં ઉપલબ્ધ છે એનો આપણને અંદાજ હોતો નથી. જો તમે માઇક્રોસોફ્ટના ઓફિસ પ્રોગ્રામ્સ લેટેસ્ટ ફીચર સાથે ઉપયોગ કરવા માગતા હો, એ પણ મફતમાં, તો https://www.office.com/ સાઇટ પર પહોંચો. પરંતુ શરત એ છે કે આ પ્રોગ્રામ્સનો બિલકુલ મફત ઉપયોગ કરવો હોય તો આપણે બહુ મર્યાદિત સ્પેસ, થોડાં મર્યાદિત ફીચર્સ અને ફક્ત ઓનલાઇન ઉપયોગ એવી શરતોનું પાલન કરવું પડે. આ ઓફિશિયલ પ્રોગ્રામ્સ મફતમાં ડેસ્કટોપમાં ડાઉનલોડ કરી શકાતા નથી. માઇક્રોસોફ્ટ ઓફિસનું પેઇડ સબસ્ક્રિપ્શન ખરીદીએ તો તેમાં ખાસ્સી સ્ટોરેજ સ્પેસ ઉપરાંત જુદાં જુદાં ડિવાઇસમાં ઓફિસ પ્રોગ્રામ ડાઉનલોડ કરીને તેમાં તેનો ઉપયોગ કરવાની સગવડ મળે. જોકે આ સબસ્ક્રિપ્શન નાના બિઝનેસ માટે વધુ ઉપયોગી છે. પર્સનલ ઉપયોગ માટે તેની કોસ્ટ અને ફીચર્સ વધુ પડતાં થઈ શકે. મોટા બિઝનેસ માટે માઇક્રોસોફ્ટ ઓફિસના હજી જુદાં જુદાં વર્ઝન ઉપલબ્ધ છે. માઇક્રોસોફ્ટ ઓફિસના આ બધાં વર્ઝન મંથલી કે યર્લી સબસ્ક્રિપ્શનના મોડેલ પર ચાલે છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
