News of Friday, 27th September 2024
હિઝબુલ્લાહે પ્રથમવાર મોસાળના હેડક્વાટર પર હુમલો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ઇઝરાયેલે પોતાની ડેવિડ સ્લિંગ નામની એર ડિફેન્સ સિસ્ટમ વડે મિસાઇલને હવામાં જ ઉડાવી દીધું હતું. આ એક મધ્યમ અંતરનુ બેલિસ્ટિક મિસાઇલ છે જેને ટૂંકા અંતરના મિસાઇલોને રોકવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આઇડીએફનું કહેવું છે કે જે સ્થળેથી રોકેટ છોડવામાં આવ્યા હતા ત્યાં તેણે એરસ્ટ્રાઇક કરી છે અને લોન્ચરને ખતમ કરી નાખ્યું છે. આઇડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મંગળવારે ઇઝરાયેલે ૩૦૦ રોકેટ છોડયા હતા.
હિઝબુલ્લાહે લેબનોનમાં બુધવારે પણ એરસ્ટ્રાઇક જારી રાખતા ૨૬ હુમલામાં ૫૧ના મોત થયા હતા અને ૨૨૩ ઘાયલ છે. મૃતકોમાં ૧૦ સીરિયન અને ૧૫ લેબનીઝ નાગરિકો સામેલ છે. આ પહેલા ઇઝરાયેલે લેબનોનમાં હીઝબુલ્લાહના ૧,૬૦૦ ઠેકાણાઓ પર કરેલા હુમલામાં લગભગ પોણા છસો લોકોના મોત થયા હતા. ઇઝરાયેલના લડાકુ વિમાનોની ગર્જનાથી દક્ષિણ લેબનોનમાં ભયનું વાતાવરણ છે. ઇઝરાયેલે હવે દક્ષિણ લેબનોનના ગામ અને કસબાઓને નિશાન બનાવવા માંડયા છે, જેથી કોઈ હિઝબુલ્લાહને શરણ આપવાનું પણ ન વિચારી શકે. આ ઉપરાંત હિઝબુલ્લાહના સંચાર વિભાગે દાવો કર્યો છે કે ઇઝરાયેલ બેક્કા ઘાટીમાં બારકોડવાળા પરચા છોડી રહ્યુ છે. હિઝબુલ્લાહે લોકોને બારકોડ સ્કેન ન કરવાની સલાહ આપી છે. આ ખતરનાક બારકોડને તરત જ ખતમ કરવાની સલાહ આપી છે. આ માધ્યમથી જાસૂસી થઈ શકે છે અને સુરક્ષા પણ ભયમાં મૂકાઈ શકે છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
