News of Monday, 30th September 2024
ઓએમજી.....48 વર્ષીય આ વ્યક્તિને નોકરીએ રાખવા માટે ગૂગલે ખર્ચ્યા આટલા રૂપિયા

નવી દિલ્હી: ગૂગલ દ્વારા 48 વર્ષની વ્યક્તિ નોમ શાઝીરને નોકરીએ રાખવા માટે 22625 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે. આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જિનિયસ છે. પોતાના સ્ટાર્ટઅપ Character.AI માટે નોમે ગૂગલની નોકરી છોડી હતી, પરંતુ તેને ફરી નોકરીએ રાખવામાં આવ્યો હતો. નોમ શાઝીરને ગૂગલ દ્વારા 2000માં નોકરીએ રાખવામાં આવ્યો હતો. જોકે તેણે એક જ વર્ષમાં એટલે કે 2021માં નોકરી છોડી હતી. આ નોકરી છોડવાનું કારણ એ હતું કે નોમ દ્વારા એક ચેટબોટને ડેવલપ કરવામાં આવ્યું હતું અને તેણે ગૂગલની રીક્વેસ્ટ કરી હતી કે એને રીલિઝ કરવામાં આવે. જોકે ગૂગલ દ્વારા તેની રીક્વેસ્ટને રીજેક્ટ કરવામાં આવી હોવાથી તેણે નોકરી છોડી દીધી હતી. નોમ શાઝીરે તેના સાથી ડેનિયલ સાથે મળીને સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. તેમણે Character.AIની શરૂઆત કરી હતી. તેમની કંપનીની કિંમત ગયા વર્ષે જ એક બિલિયન ડોલરને ક્રોસ કરી ગઈ હતી. ગૂગલ દ્વારા તેમની ટેક્નોલોજીના લાયસન્સ માટે 2.7 બિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા છે. આ સાથે જ હવે નોમ અને ડેનિયલ બન્ને ગૂગલ માટે કામ કરશે. તેઓ ગૂગલની જેમિનીનું ડિપાર્ટમેન્ટ સાચવશે. ગૂગલ દ્વારા Character.AIની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને હવે તેમને રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટની મંજૂરીની પણ જરૂર નહીં પડે કારણ કે Character.AI પાસે એ પહેલેથી જ છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
