<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

જે ચાકુથી ફળ વેતરતો હતો તેનાથી જ કરી નાખ્‍યું દર્દીનું ઓપરેશન!

ડોક્‍ટરે હદ કરી નાંખી!

લંડન,તા. ૪: ડોક્‍ટરને ભગવાન માનવામાં આવે છે. તેનું એક જ કારણ છે કે, જો ભગવાન જીવન આપે છે તો ડોક્‍ટર જિંદગી બચાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દે છે. કોઈપણ પ્રકારની સમસ્‍યા હોય, ડોક્‍ટર પાસે પહોંચતા જ લોકો માને છે કે આજે નહીં તો કાલે તે સ્‍વસ્‍થ થઈ જશે. વિચારો જો ડોક્‍ટર આપણા આ વિશ્વાસને તોડે તો, શું થાય?

જયારે પણ કોઈ દર્દી ડોક્‍ટર પાસે જાય છે, તો વિચારે છે કે તે સુરક્ષિત હાથમાં છે. વિચારો જો ડોક્‍ટર જ દર્દીના જીવન સાથે રમત રમે તો શું થશે? આજે અમે એવા જ એક સર્જન વિશે જણાવીશું, જેણે દર્દીની જટિલ સર્જરીને એટલી હળવાશથી લીધી કે તેના સાથી ડોક્‍ટરનો જીવ અધ્‍ધર થઈ ગયો.

બ્રાઇટનમાં આવેલ Royal Sussex Hospitalની આ ઘટના છે. અહીં એક ડોક્‍ટર પોતાના એક દર્દીનું ઓપરેશન કરવા જઈ રહ્યો હતો. તેને ત્‍યાં સ્‍ટરલાઇઝ બ્‍લેડ ન મળી. તેથી જે ચાકુથી પોતાના જમવા માટે ફળો વેતરતો હતો તેનાથી જ પોતાના દર્દીની છાતી પર કાપો મૂકી દીધો. આપણા બધા પાસે આવું ફોલ્‍ડેબલ ચાકૂ હોય જ છે, પરંતુ કોઈ સર્જન ઓપરેશનમાં તેનો ઉપયોગ કરવાનું વિચારશે પણ નહીં.

પ્રોફેસર Graeme Poston પણ ત્‍યાં જ હતા અને તેઓએ જણાવ્‍યું કે, આ ઘટના જોઈને તે ચોંકી ગયા કેમ કે, પેનનાઇફ પણ સ્‍ટરલાઇઝ નથી હોતી અને આ ઓપરેશનનું સાધન નથી. કોઈક રીતે દર્દી બચી તો ગયો પરંતુ પાછળથી જયારે ડોક્‍ટરોએ પોતાના સાથીઓને આ વાત કહી તો, હોસ્‍પિટલના તમામ લોકો ચોંકી ગયા. હોસ્‍પિટલ તરફથી કહેવામાં આવ્‍યું કે, ઇમરજન્‍સીનો કેસ હતો. એવામાં ડોક્‍ટરે સ્‍વિસ ચાકૂથી જ સર્જરી કરી નાખી પણ આ યોગ્‍ય કહી શકાય નહીં.

(9:30 AM IST)