News of Friday, 4th October 2024
૧૩૦ વર્ષ જૂના કેમેરાથી ખેંચાઇ રગ્બી મેચની તસવીરોઃ ફોટા વાઇરલ

નવી દિલ્હી,તા. ૪: જૂની વસ્તુઓનો હંમેશા પોતાનો ક્રેઝ હોય છે. એક વ્યક્તિએ ૧૩૦ વર્ષ જૂના પેનોરેમિક કેમેરા પર રગ્બી મેચ શૂટ કરી અને તેના પરિણામોને એક વીડિયોમાં શેર કર્યો, જે વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા છે. આ તસવીરો જોઈને કોઈને પણ વીતેલા દિવસો યાદ આવી જશે. માઇલ્સ માયર્સકોફ-હેરિસ નામના યુઝરે ઇંગ્લેન્ડના બાથમાં આઇકોનિક રિક્રિએશન ગ્રાઉન્ડ (સામાન્ય રીતે રેક તરીકે ઓળખાય છે) ખાતે વીડિયો શૂટ કર્યો હતો, જેમાંથી એક ક્વાર્ટર રગ્બી યુનિયન સીઝન દરમિયાન બાથ રગ્બી નામની ક્લબને લીઝ પર આપવામાં આવે છે.
વાયરલ વીડિયોમાં હેરિસે કેમેરામાં રગ્બી મેચ શૂટ કર્યા બાદ ક્લિક થયેલી તસવીરો શેર કરી હતી, જે ખૂબ જ સુંદર હતી. માઈલ્સે તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘રગ્બીને ૧૩૦ વર્ષ જૂના પેનોરેમિક કેમેરા પર શૂટ કર્યું.
આ તસવીરોએ સોશિયલ મીડિયા યુઝર્સને જૂની યાદોમાં લઈ ગઈ અને લોકોએ કોમેન્ટ સેક્શનમાં પણ આ વાત વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું કે, ‘આ અદભુત છે, શેર કરવા બદલ આભાર.' બીજાએ લખ્યું, ‘જૂના દિવસોની યાદ આવી ગઈ.' ઉલ્લેખનીય છે કે, માઈલ્સ માયર્સકોફ-હેરિસના ઈન્સ્ટાગ્રામ પર લગભગ ૬ લાખ ફોલોઅર્સ છે અને તે અવારનવાર પોતાના એકાઉન્ટ પર આવી જૂની તસવીરો શેર કરે છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
