<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

કોંગોમાં 50 લોકોને લઈને જતી એક નાવડી ડૂબી જતા 10ના મૃત્યુ:40નો આબાદ બચાવ

નવી દિલ્હી: આફ્રિકન દેશ કોંગોમાં ગુરુવારે (3 ઓક્ટોબર) મોટી દુર્ઘટના ઘટી છે. અહીં પ્રખ્યાત કિવુ તળાવમાં લગભગ 200 જેટલા લોકો સાથે સવાર એક બોટ ડૂબી ગઇ હતી. આ દુઃખદ ઘટનામાં 50 લોકોના મોત થયા છે અને 40 લોકોને બચાવી લેવાયા છે. મીડિયા અહેવાલ મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બોટમાં અંદાજે 200 જેટલા લોકો સવાર હતા. જો કે, સવાર લોકોની ચોક્કસ સંખ્યા સામે આવી નથી. મીડિયા અહેવાલ મુજબ, સ્થાનિક તંત્રએ આ દુર્ઘટના અંગે માહિતી આપી છે કે, બોટ પર 45 પુરુષ અને 35 મહિલા યાત્રીઓ તરીકે નોંધાયેલા હતા. જો કે, આ આંકડા નિશ્ચિત નથી અમારી જાણકારી મુજબ બોટ પર મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા જેના કારણે દુર્ઘટના ઘટી છે. હાલ બોટ પર સવાર યાત્રીઓની ઓળખ કે વય અંગે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી છે, પરંતુ હાલ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં બચી ગયેલા પીડિતોએ જણાવ્યું કે, બોટ પર આશરે 200 જેટલા લોકો સવાર હતા.

(5:49 PM IST)