<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ઈરાન-ઇઝરાયેલ વચ્ચે થયેલ યુદ્ધની અસર થશે ભારતને પણ

નવી દિલ્હી: ઈરાને ઈઝરાયલની સાથે યુદ્ધમાં પીછેહઠ ન કરવાનું એલાન કરી દીધું છે. સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું છે કે 'જરૂર પડવા પર ઈઝરાયલ પર ફરીથી હુમલો કરવામાં આવશે.' તેમણે સાત ઓક્ટોબર, 2023એ ઈઝરાયલ પર થયેલા હમાસના હુમલાને યોગ્ય ઠેરવ્યો અને કહ્યું કે 'પોતાની ધરતીની રક્ષાનો અધિકાર તમામને છે.' ખામેનેઈએ કુરાનની આયાતનો હવાલો આપતાં મુસ્લિમોથી એકત્ર થવાનું આહ્વાન કર્યું. સર્વોચ્ચ નેતાએ કહ્યું કે 'ઈરાન, હિઝબુલ્લાહ અને હમાસનો સાથ આપતા રહીશું.'આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે પણ યુદ્ધ છેડાઈ શકે છે. જો એવું થયું તો તેની ખરાબ અસર મિડલ ઈસ્ટની સાથે-સાથે ભારત પર પણ જોવા મળી શકે છે. ભારત અને ઈરાનની વચ્ચે વ્યાપારિક સંબંધ ખૂબ જૂનો છે. ભારત મોટા પાયે ઈરાનને બાસમતી ચોખા અને ચા ની પત્તી નિકાસ કરે છે. સરકારી આંકડા અનુસાર ભારતે વર્ષ 2023-24માં ઈરાનને 680 મિલિયન ડોલરના બાસમતી ચોખાની નિકાસ કરી હતી. ભારત પોતાના ત્યાં પેદા થનાર બાસમતી ચોખાનો કુલ 19 ટકા ભાગ ઈરાનને નિકાસ કરે છે. જો ઈરાન અને ઈઝરાયલની વચ્ચે યુદ્ધ છેડાય છે તો તેની સીધી અસર ચોખાની નિકાસ પર પડશે. વર્ષ 2023-24માં ઈરાનને 32 મિલિયન ડોલર ચા ની નિકાસ કરવામાં આવી હતી. ઈરાનથી ભારત સનફ્લાવર ઓઈલની આયાત કરે છે. જો ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે તણાવ વધે છે તો દેશમાં સનફ્લાવર ઓઈલ મોંઘુ થઈ શકે છે.

 

(5:49 PM IST)