<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

ઓએમજી.... ઇઝરાયલે યુદ્ધમાં વાપર્યા સૌથી ખતરનાક હથિયારો

નવી દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગતવર્ષે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ-હિઝબુલ્લાએ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયલે આગામી ત્રણ અઠવાડિયા સુધી દર અઠવાડિયે ગાઝા પર 6000 બોમ્બ ફેંક્યા હતાં. ઈઝરાયલે થોડા સમય પહેલાં જ પેજર બ્લાસ્ટ કરી વિશ્વને ચોંકાવી દીધું હતું. હિઝબુલ્લાહ આતંકવાદીઓના એક-પછી એક નેતાને ઉડાવી દેવામાં આવ્યા. છેલ્લા એક વર્ષમાં ઈઝરાયલે અમેરિકા પાસેથી 100થી વધુ હથિયારો ખરીદ્યા. અર્થાત દર 36 કલાકમાં આશરે એક. હજારો લોકો માર્યા ગયા, લાખો લોકો બેઘર થયા.

ઈઝરાયલે સૌથી વધુ F-35, F-16, F-15 ફાઈટર જેટ શસ્ત્રોનો ઉપયોગ કર્યો. તેમાં લગાવવામાં આવેલા બોમ્બ MK-84, MK-83, MK-82, નાના બોમ્બ અને આ સિવાય JDAM બોમ્બ અને હેલફાયર મિસાઈલથી લેબનોન-હમાસમાં તબાહી મચાવી. ગાઝા-લેબનોનમાં છોડવામાં આવેલા મોટાભાગના બોમ્બ અમેરિકન હતા. MK-84 (907 kg)ના 14100 બોમ્બનો પુરવઠો ઈઝરાયલ પાસે પહોંચ્યો છે, હજુ 1800 બોમ્બનો પુરવઠો બાકી છે. આ 2000 પાઉન્ડ એટલે કે 907 કિલોના બોમ્બથી ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ હુમલા આશ્ચર્યજનક છે. પહેલો હુમલો 9 ઓક્ટોબર 2023ના રોજ ગાઝાના જબાલિયામાં થયો હતો. જેમાં 70 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ 17, 25 અને 31 ઓક્ટોબરે આ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈઝરાયલે 13 જાન્યુઆરી 2024ના રોજ આ બોમ્બનો ઉપયોગ કર્યો હતો.

(6:19 PM IST)