તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Wednesday, 9th October 2024
પતિના મૃત્યુ પછી તેની અસલિયત ખબર પડતાં ગુસ્સે ભરાયેલી પત્નીએ મૃત પતિનાં અસ્થિની રાખ ડોગીના મળમાં ભેળવી દીધી

ટોરેન્ટો,તા. ૯: આ વાત આヘર્યજનક છે અને ઘૃણાસ્પદ પણ છે. કોઈ પત્ની મૃત પતિની રાખ ખાય એ કેટલું વિચિત્ર કહેવાય પણ આવું બન્યું છે કેનેડામાં. લેખિકા જેસિકા વેટ અને પતિ સીન વેટ ૨૦૧૫માં ટેક્સસ ફરવા ગયાં હતાં અને ત્યાં હાર્ટ-અટેકથી સીન મૃત્યુ પામ્યા. જેસિકા ખૂબ દુઃખી થઈ ગયાં. થોડા સમય પછી પતિ સીનના આઇપેડમાં સર્ચ કર્યું ત્યારે તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ. તેમણે લખેલા નવા પુસ્તક ‘એ વિડોઝ ગાઇડ ટુ ડેડ બાસ્ટર્ડ્સ'માં તેમણે આખી ઘટના વર્ણવી છે. આઇપેડની સર્ચ હિસ્ટરી માત્ર ને માત્ર ‘હ્યુસ્ટન એસ્કોર્ટ્સ'થી ભરેલી હતી. પતિ પ્રોસ્ટિટ્યુટ્સ પાસે જતો હતો એ વાત જાણીને જેસિકાને ભારે આઘાત લાગ્યો. સીને અમેરિકાના કોલોરાડોમાં એક ફલેટ પણ ભાડે લઈ રાખ્યો હતો અને મહિલાઓને ત્યાં લઈ જતો હતો. પતિના અનેકસ્ત્રીઓ સાથેના સંબંધથી વ્યથિત અને ગુસ્સે ભરાયેલી જેસિકાએ પતિની અસ્થિમાંથી રાખ ખાઈ લીધી હતી. એ પછી એ અસ્થિઓને પોતાના ડોગીના મળમાં ભેળવી દીધી હતી.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
