તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Wednesday, 9th October 2024
ઈરાને પરમાણુ બૉમ્બ બનાવ્યો હોવાની અટકળો આવી સામે

નવી દિલ્હી: 5 ઓક્ટોબરે સવારે 10:45 કલાકે ઈરાનના સેમનાન પ્રાંતમાં રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. એ ભૂકંપ બાદ ચર્ચા શરૂ થઈ ગઈ કે એ ખરેખર ભૂકંપ જ હતો કે પછી ઈરાને પરમાણુ પરીક્ષણ કર્યું છે? આમ તો ઈરાન એવો દેશ છે જ્યાં ભૂકંપ આવવો આશ્ચર્યની વાત નથી, પરંતુ સેમનાનના ભૂકંપને લોકો પરમાણુ પરીક્ષણ માની રહ્યા છે. સાથે એવા પ્રશ્નો પણ પુછાઈ રહ્યા છે કે, ઈરાન પાસે પરમાણુ હથિયાર બનાવવાની ટેક્નોલોજી છે ખરી? અને છે તો કયા દેશે એને એ ટેક્નોલોજી આપી? સામાન્ય રીતે કુદરતી ભૂકંપ આવ્યા પછી ઘણા આફ્ટર શોક્સ આવતા હોય છે. ભલે તેમની તીવ્રતા ઓછી હોય. આ કેસમાં આફ્ટર શોક્સ નોંધાયા નથી, જેથી એના કુદરતી હોવા વિશે શંકા જાગી છે. ઈરાને તેના ‘નતંઝ યુરેનિયમ સંવર્ધન સ્થળ’ (Natanz Enrichment Complex)ની કિલ્લેબંધી મજબૂત કરી દીધી છે. એનો ઘણોબધો કારભાર ભૂગર્ભમાં ખસેડી દેવાયો છે, જેથી દુશ્મન દેશના હુમલામાં એને નુકશાન ન થાય. જોકે, ઈરાનની આ પ્રવૃત્તિ ઉપગ્રહોની આંખોએ પકડી પાડી છે. ઈરાનના આ પગલાંને પણ એના પરમાણુ પરીક્ષણ સાથે જોડવામાં આવી રહ્યું છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
