<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં થયેલ હુમલામાં 20 શ્રમિકોના જીવ લેવાયા

નવી દિલ્હી:  દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં બંદૂકધારીઓએ 20 જેટલાં ખાણ શ્રમિકોની ગોળી મારી હત્યા કરતાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં સાત અન્ય લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું કે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં તાજેતરના સમયમાં આ સૌથી ઘાતક હુમલો છે. આ હુમલો એવા સમયે કરાયો હતો જ્યારે આવનારા દિવસોમાં રાજધાનીમાં એક મોટી સુરક્ષા સમિટ યોજાવા જઈ રહી છે. પોલીસ અધિકારી હમાયુ ખાન નાસિરે જણાવ્યું કે બંદૂકધારીઓએ ગુરુવારે મોડી રાત્રે ડુકી જિલ્લામાં કોલસાની ખાણ નજીક રહેતા લોકોના ઘરોને ઘેરી લીધા અને પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. મોટાભાગના લોકો બલૂચિસ્તાનના પશ્તુન-ભાષી વિસ્તારના હતા. મૃતકોમાંથી ત્રણ અને ઘાયલોમાં ચાર અફઘાન હતા. 

 

(5:31 PM IST)