News of Wednesday, 16th October 2024
૮૫ વર્ષના ઉદ્યોગપતિએ સંતાન પ્રાપ્તિ માટે ૨૪ વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન
Miracleનો પતિની ઉંમર તેના દાદા કરતા પણ વધારે : સંતાન પ્રાપ્તિ માટે IVF પ્રક્રિયા શરૂ કરી દીધી

ન્યુયોર્ક, તા.૧૬: પ્રેમ આંધળો હોય છે. તે વાત સાચી છે. કારણ કે... જ્યારે આંખના આડા પ્રેમના પાટા આવે છે. ત્યારે આપણને આપણી આસપાસ, શહેર, દુનિયા કે પછી સમાજમાં તેની કેવી અસર પડશે. તેના વિશે ભાન રહેતી નથી. ત્યારે તાજેતરમાં જે ઘટના સામે આવી છે. તેને જોઈને તમે પણ બોલી ઉઠશો કે, ખરેખર પ્રેમમાં કોઈ હદે પણ આવી શકે છે. આ ઘટનામાં જ્યારે એક વ્યક્તિની ઉંમર ભગવાનનું નામ લેવાની ત્યારે તે તેના કરતા ૬૧ વર્ષ નાની ઉંમરની યુવતી સાથે લગ્ન કરે છે.
Americaમાં ૨૪ વર્ષની Miracle Pogue એ તેના કરતા ૬૧ વર્ષ મોટા Charles Pogue જેની ઉંમર ૮૫ વર્ષ છે. તેની સાથે તાજેતરમાં વિધિવિધાન સાથે લગ્ન કર્યા હતાં. Miracle Pogue અને Charles Pogue એ વર્ષ ૨૦૧૮ માં મળ્યા હતાં. ત્યારે શરૂઆતી સમયગાળામાં બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમલીલા શરૂ થઈ હતી. જોકે સૌ પ્રથમ Charles Pogue ના પ્રેમમાં ૨૪ વર્ષની Miracle Pogue હતી. Miracle Pogue એ સૌ પ્રથમ પ્રેમનો ઈઝહાર કર્યો હતો. તે પછી Miracle Pogue અને Charles Pogue એ નક્કી કર્યું કે, તેઓ વહેલી તકે લગ્ન કરવા ઈચ્છે છે.
Miracle Pogueની મુલાકાત વ્યાવસાયિક ધોરણે Charles Pogue સાથે થઈ હતી. જોકે વ્યાવસાયિક ધોરણે Charles Pogue એ એક ઉદ્યાગપતિ છે. ત્યારે Miracle Pogue એ નર્સ છે. તો વર્ષ ૨૦૨૦ માં Charles Pogue એ તેણીને પ્રેપોઝ કર્યું હતું. ત્યારે Miracle Pogue ના પરિવાજનોને આ સંબંધ કોઈપણ સંજોગોમાં પસંદ હતો નહીં. પરંતુ સમયજતાં Miracle Pogue ના પરિવાજનો આ સંબંધ માટે હામી ભરી હતી. બીજી તરફ જોવા જઈએ તો, Miracle Pogue નો પતિ તેના દાદાની ઉંમર કરતા પણ ૧૦ વર્ષ વધુ મોટો છે.
Miracle Pogue એ હાલમાં મા બનવાની તૈયારી કરી રહી છે. તેણી ઈચ્છે છે કે, વહેલી તકે Charles Pogue ને પિતા બનવાનું સૌભાગ્ય પ્રદાન કરવા ઈચ્છે છે. તેના માટે Charles Pogue અને Miracle Pogue મળીને IVF પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કારણે કે.... બંનેની ઉંમરમાં લાંબા તફાવત હોવાને કારણે તેઓ બાયોલોજીક્લ રીતે સંતાન મેળવી શકશે નહીં.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
