<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

મધ્યપૂર્વમાં યુદ્ધ વચ્ચે અમેરિકાએ લીધો સૌથી મોટો નિર્ણય

નવી દિલ્હી: અમેરિકાએ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે તે ઈઝરાયલમાં સૈનિકો મોકલશે સાથે અમેરિકાની અતિ આધુનિક એન્ટી મિસાઈલ્સ-સિસ્ટમ પણ મોકલશે.

ઇરાને ઈઝરાયલ ઉપર 180 મિસાઇલ્સ છોડયા પછી ઈઝરાયલનું રક્ષણ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવા અમેરિકાએ નિર્ણય લીધો છે. પ્રમુખ જો બાઈડને વધુમાં કહ્યું હતું કે, ઈઝરાયલ ઇરાન ઉપર વળતો પ્રહાર કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે મધ્ય પૂર્વમાં યુદ્ધનો વ્યાપ અને તીવ્રતા વધી રહેવાની પૂરી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે બાયડેન જાહેરમાં તો ઈઝરાયલને શાંતિ રાખવા જ કહે છે. પરંતુ ખાનગીમાં ઈઝરાયલને પુષ્ટિ આપે છે. જાહેરમાં તો બાયડેન તેમજ કહે છે કે, ઈઝરાયલે ઇરાનનાં પરમાણુ પ્રતિષ્ઠાનો ઉપર હુમલા કરવા ન જોઈએ. તેનાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપર હુમલા થાય તો તે ચિંતાજનક બની રહે તેમ છે.

(7:05 PM IST)